આજે અમિત શાહનો કલોલમાં લોકસંપર્ક…

કલોકઃ ગાંધીનગર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે કલોલમાં રોડ શો સ્વરુપે લોકસંપર્ક કરશે. આજે સાંજે ચાર વાગ્યે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહની આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે. મહત્વનું છે અમદાવાદમાં અમિત શાહ દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો. અને લોકસભાની આ ચૂંટણીમાં ભાજપને જીતાડવા લોકોને આહ્વવાન કરવામાં આવ્યું હતું. આ જ દોર અંતર્ગત અમિત શાહ આજે કલોલમાં રોડ શો કરશે અને મતદારો સુધી પહોંચી તેમને રીઝવવાનો પ્રયાસ કરશે.