અમરનાથ યાત્રીઓએ બુલેટપ્રુફ જેકેટ પહેરીને જવાનો પરિપત્ર રદ કરતી સરકાર

ગાંધીનગર– અમરનાથ યાત્રીઓને બુલેટપ્રુફ જેકેટ પહેરીને જવાનો પરિપત્ર ગુજરાત સરકારે રદ કર્યો છે. જે પરિપત્રની વિરોધ પક્ષ દ્વારા ખુબ ટીકા કરવામાં આવી હતી, જે પછી આજે ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગના 16 માર્ચના પરિપત્રને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 16 માર્ચ 2018 એ અમરનાથ યાત્રા સંદર્ભમાં કરાયેલો પરિપત્ર રાજ્ય સરકારે રદ કરવાનો નિર્ણય કર્યો છે, તેમણે આ પરિપત્રના અર્થઘટનનેે લઇને જે રાજકીય નિવેદનો પ્રતિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે તે અંગે કહ્યું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાત સરકાર અમરનાથ યાત્રિકોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

ગૃહ રાજ્યકક્ષાના પ્રધાને એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ જનારા સૌ યાત્રિકોને સરકાર સુરક્ષા સલામતી આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]