ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીનગર (IIT-ગાંધીનગર)ના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત યુનિક વાર્ષિક ટેક્નિકલ સમિટ ‘અમલ્થિયા-2021’ આ વખતે ‘કનેક્ટ, કોલોબોરેટ, ક્રીએટ’ ની થીમ પર આયોજિત થઈ રહી છે. આ પ્રીમિયર ટેક્નિકલ સમીટની 11મી આવૃત્તિ પાછળનો વિચાર એ છે કે આપણે હૃદયથી એકબીજા સાથે જોડાઈએ, આપણા પ્રયત્નોમાં સહયોગ કરીએ અને વૈશ્વિક રોગચાળાના સમયગાળા દરમિયાન અભૂતપૂર્વ અમલ્થિયાનું આયોજન કરીએ.
કોરાનાને કારણે અરસ-પરસ વાતચીતની પદ્ધતિઓ બદલાઈ ગઈ હોવા છતાં પણ અમલ્થિયાની આ આવૃત્તિ ઉત્સાહ સર્જી રહી છે. આ ઇવેન્ટમાં વિવિધ ઓનલાઇન ઇવેન્ટ્સ-હરીફાઈઓ, વેબિનાર્સ અને વર્કશોપ્સમાં દેશ અને વિશ્વની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને કોલેજોમાંથી કુલ આશરે 2000 સહભાગીઓએ ભાગ લીધો છે.
અમલ્થિયા ડીકોડ- સ્પર્ધાત્મક કોડિંગ હરીફાઈ, ક્રિપ્ટિક્સ- ફ્લેગ ઇવેન્ટ/માહિતી સુરક્ષા સ્પર્ધા, અને આઇકોન- વિદ્યાર્થીઓ તેમના આઈડિયાઝ ઉદ્યોગપતિઓ અને દુનિયા સમક્ષ મૂકી શકે તેવી ઇનોવાટિવ વિચારોની કોન્ફરન્સ, જેવી વધુ ઈવેન્ટ્સ સાથે નવા વર્ષમાં ધમાકેદાર રીતે પ્રવેશ કરી રહી છે. ટીમે તાજેતરમાં ઓટોડેસ્ક ફ્યુઝન 360 વર્કશોપનું આયોજન પણ કર્યું, જે પછી અત્યારે ડિઝાઇન હરીફાઈ ચાલી રહી છે. જાન્યુઆરીમાં આગામી તમામ ઇવેન્ટ્સની કુલ ઇનામ રકમ એક લાખ રૂપિયાથી વધુ છે!
અમલ્થિયાનો આગામી ઓનલાઇન વેબિનાર 9 જાન્યુઆરી, 2021 ના રોજ, સાંજે 6થી 7 (IST) દરમિયાન આયોજિત થવાનો છે. ચંદ્રયાન- I અને IIના પ્રોજેક્ટ ડિરેક્ટર અને ભારતના મૂન મેન તરીકે જાણીતા ડો. એમ. અન્નાદુરાઇ, “સ્પેસ ટુ અર્થ: લેગસી ઓફ ચેલેન્જિસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ” વિષય પર એક ટોક આપશે. આ વેબિનાર માટે નીચેની લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાય છે: http://amalthea.iitgn.ac.in/webinar_form. અમલ્થિયાની યુટ્યુબ ચેનલ પર પણ વેબિનાર્સ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવે છે.
અમલ્થિયા 2020-21ના વિદ્યાર્થી કોર્ડિનેટર્સમાંના એક સાગર પરીખે કહ્યું હતું કે “અમલ્થિયા ઘણાં વર્ષોથી જ્ઞાન, નવીનતા અને સર્જનાત્મકતાના સ્ત્રોત તરીકે જાણીતી છે, જેણે દરેક આવૃત્તિમાં મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કર્યા છે.