સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસેના સફારી પાર્કમાં બે પ્રાણીઓના મોતથી હાહાકાર

નર્મદાઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના પરિસર પાસે આવેલા જંગલ સફારી પાર્ક માટે વિદેશથી લાવવામાં આવેલા પ્રાણીઓના મોતથી હાંહાકાર મચી ગયો છે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈન વોર્ડનને આ મામલે તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય પર્યાવણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના ઝુ ઓથોરિટીને અજય દુબે નામના વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટે ફરિયાદ કરી હતી કે ગુજરાતના ભરુચ જિલ્લાના કેવડિયા કોલોનીમાં સ્થીત સરકાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની શોભા વધારવા માટે સરકારે કેવડિયા લોકોનીમાં વિશ્વસ્તરીય ઝુ બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ ઝુ નું ઉદ્ઘાટન થવાનું બાકી છે. અહીંયા 17 દેશોમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. અહીંયા વાઘ, સિંહ, ચિત્તો, 12 પ્રકારના હરણ, જિરાફ, ગંજલી આખલો, કાળા હરણ સહિતના પ્રાણીઓને સફારી પાર્કમાં રાખવામાં આવશે. આ પાર્ક માટે વિદેશથી લાવવામાં આવેલા બે કાળા હરણ અને જીરાફનું શંકાસ્પદ રીતે મોત થયું છે. કેન્દ્રની ઝુ ઓથોરિટીએ આની નોંધ લેતા ગુજરાત સરકારને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત સરકારના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને તપાસ શરુ કરી છે.(પ્રતિકાત્મક તસવીર)

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાપિત દેશના પહેલા ગૃહમંત્રી સરકાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. વડાપ્રધાન મોદીએ 31 ઓક્ટોબરના 2018 ના રોજ આનું ઉદ્ઘાટન કર્યું હતું. સરદાર સરોવર બંધની પાસે નડાબેટ ટાપુ પર બનેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સીવાય પર્યટકોને આકર્ષિત કરવા માટે એક ફૂલોની ઘાટી છે. મૂર્તિ પાસે પર્યટકો માટે ટેન્ટ સીટી પણ બનાવવામાં આવ્યું છે. અહીંયા સરદાર પટેલના જીવનને સમર્પિત એક સંગ્રહાલય પણ છે.