અમદાવાદઃ શાસ્ત્રીનગર પાસે ત્રણ વાહનો ટકરાયાઃ 2ના મોત

અમદાવાદ- શહેરના પશ્ચિમ  વિસ્તારમાં 132 ફૂટ રીંગ રોડ, શાસ્ત્રીનગર મોડી રાત્રે ભયાનક અકસ્માતર સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં બી.આર.ટી.એસ બસ નીચે સ્કૂટર ચાલક આવી ગયો હતો.. આ સાથે એક લક્ઝરી કાર પણ ધડાકાભેર ટકરાઇ જતા ત્રણ વાહનો વેર વિખેર થઇ ગયા હતાં.

અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે અન્ય 4 ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નારણ પુરા પોલીસ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના કર્મચારીઓ-અધિકારીઓ  પહોંચી ગયા હતાં.

આ હ્રદય કંપાવી નાખે એવા અકસ્માતમાં આખુંય સ્કૂટર ચાલક બી.આર.ટી.એસ બસ નીચે આવી ગયો હતો. તેમજ લક્ઝરિયસ કારને ભારે નુકસાન થયું હતું.

હાલ 132 ફૂટ રિંગ રોડ, શાસ્ત્રીનગર ખાતે વધારે પોલીસ બંદોબસ્ત મુકી બી.આર.ટી.એસ કોરીડોરમાંથી પસાર થતી બસો તેમજ અન્ય ટ્રાફિક યોગ્ય રીતે પસાર થાય એવી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ