આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2019 વિડીયો ઝલક….

અમદાવાદ- ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. આ ઉત્સવ છેલ્લા  કેટલાક વર્ષોથી ગુજરાત સરકારના ગુજરાત ટુરિઝમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ના નામે  ઉજવવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લે છે. આ અવનવા પતંગોને પતંગ રસિયાઓ ખૂબ માણે છે. આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2019ની શરુઆત અમદાવાદના એન.આઇ.ડી પાછળના રિવરફ્રન્ટ ખાતે થઇ ગઇ છે. આ પતંગોત્સવમાં 45 દેશોના 151 જેટલા પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. આ ઉત્સવને માણવા જુદા જુદા રાજ્યોના પતંગબાજો પણ ઉત્સાહ ભેર ભાગ લઇ રહ્યા છે. પતંગ માટેના અનુકુળ પવન સાથે શરુ થયેલા પતંગોત્સવે આકાશને રંગીન બનાવી દીધુ ,  એને માણવા  મોટી  સંખ્યામાં લોકો  ઉમટી પડ્યા હતા.

 

વિડીયો અહેવાલ–પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]