નિત્યાનંદ મામલે સ્ત્રી સુરક્ષાની વાતો કરતા કહેવાતા આગેવાનો ક્યાં ખોવાઇ ગયા?

અમદાવાદઃ દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રામ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથીજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રામ વિવાદમાં આવ્યો છે. બેગ્લૂરુથી આવેલા એક દંપતિએ સ્વામી નિત્યાનંદના આશ્રામમાં તેઓની બે દીકરીઓનો જબરદસ્તી ગોંધી રાખ્યાનો અને એક દીકરી ઉપર બળાત્કાર કર્યાનો આક્ષેપ સાથે અમદાવાદમાં ધામા નાંખ્યા છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે સ્ત્રીઓના અધિકાર અને સુરક્ષા સામે લડતી અને કહેવાતી સમાજીક સંસ્થાઓ અને મહિલા આગેવાનો અત્યારે કેમ ચૂપ છે? શાં માટે નિત્યાનંદ સામેની તપાસમાં આટલો વિલંબ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ પહેલાથી જ મહિલાઓ વિશેના વિવાદિત નિવેદનોને લઈને અનેકવાર ચર્ચામાં આવી ચૂક્યા છે.

નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાં તામિલનાડુનાં એક પરિવારે આક્ષેપ કર્યો હતો કે, તેમના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા કેટલાક મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમરનો દીકરો અને દીકરી છોડાવ્યા હતાં. પરંતુ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પોલીસે તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરી હતી હતી. તેમની 18 વર્ષની દીકરી નિત્યાનંદિતાએ માતાપિતા સાથે જવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસ અને વેલફેરના લોકોની મદદથી આશ્રમમાં દીકરીની શોધખોળ કરાઈ હતી. ત્યારે ફરિયાદીનાં વકીલે સમગ્ર મામલે યુવતી ન મળી તો હાઇકોર્ટમાં હેબિયસ કોપર્શ દાખલ કરવાની ચીમકી પણ આપી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]