અનુષ્કા શર્માની એન્ટ્રી પહેલાં છેલછબીલા કોહલીના જીવનમાં ચાર સ્ત્રી આવી હતી

મુંબઈ – ભારતનો ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેન તરીકે અને કેપ્ટન તરીકે સફળતાનાં અનેક શિખર સર કરતો રહીને ભારતનો બેસ્ટ ટેસ્ટ કેપ્ટન બન્યો છે અને એકંદરે જોરદાર ફોર્મમાં રમી રહ્યો છે. એને આધુનિક જમાનાનો લેજન્ડ પણ કહેવામાં આવ્યો છે.

2011માં પોતાની પહેલી વર્લ્ડ કપ સ્પર્ધામાં રમ્યો ત્યારે જ એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ટેલેન્ટેડ યુવા બેટ્સમેનોમાંનો એક ગણાવા લાગ્યો હતો. ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એ સૌથી ડિમાન્ડમાં રહેનાર વ્યક્તિ પણ છે.

ઝળહળતી લોકપ્રિયતાને કારણે જ દેશના સિનેજગતની અમુક જાણીતી હસ્તીઓ સાથે એનું હળવા-મળવાનું વધી ગયું હતું.

બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે રોમેન્ટિક સંબંધ બંધાયા બાદ બંનેએ લગ્ન કર્યાં એ પહેલાં આ માસ્ટર બેટ્સમેન મનોરંજન ક્ષેત્રની અમુક બીજી યુવતીઓ સાથે પણ ડેટિંગ કરતો હતો.

વિરાટ સાથે ચાર સ્ત્રીએ ઘનિષ્ઠ મિત્રતા કેળવી હતી. તેઓ માત્ર એની મિત્ર હતી કે ગર્લફ્રેન્ડ હતી, એ ગમે તે હોઈ શકે છે.

ઈઝાબેલ લેઈટ

ઈઝાબેલ બ્રાઝિલમાં જન્મેલી મોડેલ અને અભિનેત્રી છે. એ બોલીવૂડમાં કારકિર્દી બનાવવા માટે ભારત આવી હતી. એ ત્રણ હિન્દી અને બે તેલુગુ ફિલ્મોમાં ચમકી હતી. એ વિરાટના સંપર્કમાં આવી હતી અને બંને જણ 2013ની સાલ સુધી ભેગાં રહ્યાં હોવાનું કહેવાય છે.

સારા જેન ડાયસ

સારા ઉંમરમાં વિરાટ કરતાં મોટી હતી. તે છતાં બંને જણ રિલેશનશિપમાં રહ્યાં હતાં. સારા મોડેલ, ટીવી હોસ્ટ અને અભિનેત્રી હતી. એ મિસ ઈન્ડિયા વર્લ્ડ પણ બની હતી અને 2007ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં એણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઈઝાબેલની જેમ સારા પણ કોહલી સાથે ગાઢ રિલેશનશિપમાં હતી એવું કહેવાય છે.

સંજના ગલરાની

સંજના દક્ષિણ ભારતની અભિનેત્રી છે. સંજના અને વિરાટ અનેક કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા હતા એટલે સ્વાભાવિક રીતે એ બંને જણ એકબીજાનાં પ્રેમમાં હોવાનું માનવામાં આવ્યું હતું. જોકે સંજનાએ બાદમાં એક નિવેદન બહાર પાડ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે પોતે વિરાટની માત્ર એક મિત્ર જ છે, એનાથી વિશેષ કંઈ નહીં.

તમન્ના ભાટિયા

તમન્ના પણ દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. એ અમુક હિન્દી ફિલ્મોમાં પણ ચમકી ચૂકી છે. 2012માં એ વિરાટની સાથે એક કમર્શિયલ જાહેરખબરમાં ચમકી હતી અને ત્યારથી બંને જણ એકબીજાની નિકટમાં આવ્યા હોવાનું કહેવાય છે. જોકે બંનેની લવ-રિલેશનશિપમાં હતા કે કેમ એને ક્યારેય સમર્થન મળ્યું નહોતું. અને એના ટૂંક સમયમાં જ અનુષ્કાએ વિરાટના જીવનમાં એન્ટ્રી કરી હતી.

બસ, અનુષ્કાનાં આગમન બાદ વિરાટનું નામ બીજી કોઈ સ્ત્રી સાથે જોડાયું નથી અને વિરુષ્કાએ ત્યારબાદ લગ્ન કરી લીધા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]