અહીં ઉજવાઈ રહી છે સુશોભિત ‘હેપીવાલી દીવાલી’ ગિફ્ટ ગેરંટી!

અમદાવાદ-દીવાળી એ એક એવો સમય છે કે જ્યારે આપણે પરિવાર અને મિત્રો સાથે સમય ગાળવાની આપણી પરંપરાની ઉજવણી કરતા હોઈએ છીએ, આનંદ અને બક્ષિસની અભિવ્યક્તિ વડે એવી યાદોનુ નિર્માણ કરતા હોઈએ છીએ જેને જીવનભર સ્મરી શકાય. આ બધું કરવા માટે તમારા સ્નેહીને  વિચારપૂર્વકની, પસંદ કરેલી ગિફટ આપવાથી બહેતર બીજો ક્યો ઉપાય હોઈ શકે. ઉપહાર આપવાના અનુભવને એક સ્તર ઉંચો લઈ જઈને અમદાવાદ મોલ હેપીનેસવાલી દીવાલીની ઉજવણી કરી રહ્યો છે. આ એક એવો અભિગમ છે કે જે વ્યસ્ત સમયમાં તમારા સ્નેહીઓને તમારી નિકટ લાવે છે.
ગ્રાહકો તેમના સ્નેહીઓ માટે મોલમાંથી ગિફટ ખરીદી શકે અને તે પછી તેને મોલના મધ્યભાગમાં ઉભા કરાયેલા ગિફટ ઓફ લવ સેટ-અપમાં લાવીને મુકશે.  ત્યારબાદ એક આનંદદાયક અચરજ પૂરું પાડતાં ગિફટ મેળવનારને સ્ટેજ ઉપર બોલાવવામાં આવશે અને ગ્રાહકે ખરીદેલી ભેટ આપવામાં આવશે. આટલાથી જ અટકાશે નહી. તમારા માટે એક અદભૂત ભેટ તરીકે વધુ એક સરપ્રાઈઝ બાકી રહેશે. આ ગિફટ તેમને અમદાવાદ વન મોલ તરફથી આપવામાં આવશે.!સુંદર અને અદભૂત સુશોભન કરાયેલો આ મોલ આપણી પરંપરાઓને જીવંત બનાવે છે  અમદાવાદ વન મોલ તહેવારોમાં ભવ્ય સ્વરૂપ ધારણ કરે છે.ગિફટ બોક્સ આકારે લટકાવેલી ચીજો આનંદ અને ઉલ્લાસ પેદા કરે છે. મોલની વચ્ચે એક ટ્રી ઓફ હેપીનેસ ઉભુ કરાયુ છે જે આ સમગ્ર જગામાં ઉલ્લાસ ફેલાવે છે  અને તે પરફેકટ સેલ્ફી માટે ઉત્તમ જગા બની રહે છે.