અમદાવાદ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

અમદાવાદઃ વિશ્વભરનાં બાળકો ફિલ્મમેકર તરીકે પોતાની પ્રતિભા બતાવી શકે છે અને બાળકો સિનેમા જોવાનો આનંદ માણી શકે એવું એકમાત્ર પ્લેટફોર્મ અમદાવાદ ઇન્ટનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ-2020 (AICFF) છે. હવે આ ફેસ્ટિવલ વર્ષ 2020માં તેની બીજી આવૃત્તિ સાથે ફરી યોજવામાં આવી રહ્યો છે. પરંતુ આ વર્ષે કોરોના રોગચાળાને લીધે ફેસ્ટિવલને ઓનલાઇન યોજવામાં આવશે.  ફિલ્મનું સ્ક્રીનિંગ અમારી અધિકૃત યુટ્યૂબ ચેનલ/ફેસબુક પેજ ઉપર થશે. આ વર્ષે ફેસ્ટિવલ 18-19 ડિસેમ્બર, 2020 દરમિયાન સિલેક્ટ થયેલી ફિલ્મો સાથે ઓનલાઇન યોજવામાં આવશે.

આ વર્ષે ફેસ્ટિવલને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અમને 25 દેશોમાંથી 132 ફિલ્મ્સની એન્ટ્રી મળી છે. જેમાંથી વિવિધ કેટેગરીઝ, ફિચર ફિલ્મ, સ્ટુડન્ટ ફિલ્મ, શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મમાંથી 63 ફિલ્મો અંતિમ પુરસ્કારો માટે સ્પર્ધા માટે પસંદ થઈ છે.

ફિલ્મના ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની કહે છે કે આ વર્ષે અમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ઘણી બધી ફિલ્મો આપણી કલ્પનાથી પણ આગળ છે. ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી સભ્ય આરતી પટેલે જણાવ્યું હતું કે બાળકો માટેની ફિલ્મો બનાવવી એ પરિપક્વ પ્રેક્ષકો માટે બનાવાતી ફિલ્મ કરતાં વધારે મુશ્કેલ છે, કારણ કે તમારે બાળકોની ભાવનાઓ સાથે વધુ કામ કરવાની જરૂર છે.

ઓનલાઇન ફેસ્ટિવલ 18-19 ડિસેમ્બર, 2020 દરમિયાન અમારી અધિકૃત યુટ્યૂબ ચેનલ- ફેસબુક પેજ ઉપર https://www.youtube.com/watch?v=slNwqnEgzmg થશે.