ગુરુવારે અમદાવાદ એરપોર્ટની વસુંધરાને લીલીછમ બનાવવાના માર્ગે મંગલાચરણ

અમદાવાદ: નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન માટે માત્ર વિમાન જ નહીં, પરંતુ વિમાની મથકો પણ તેટલા જ જવાબદાર છે. નવી દિલ્હી, મુંબઈ, કોચી અને વડોદરા જેવા ભારતીય હવાઇ મથકોએ તેમની કાર્બન ફૂટપ્રિન્ટ્સને ઘટાડવા માટે પગલાં લીધાં છે. અને હવે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ આવતીકાલે તેને હરિયાળું બનાવવાના માર્ગે પ્રયાણ કરવા જઇ રહ્યું છે.

ધરતીને હરિયાળાં કવરથી આવરી લેવાની વૈશ્વિક પરિકલ્પના સાથે સુમેળ સાધવાના ભાગરુપે સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટે તેના વર્તમાન અભિયાનમાં એરપોર્ટ પર આશરે ૨૦ વિવિધ પ્રજાતિઓના ૬,000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. એક વર્ષ અગાઉ એરપોર્ટના ખાનગીકરણ પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે ૬૦૦૦ વૃક્ષો હતા અને હવે ફક્ત એક વર્ષના ટૂંકા ગાળામાં ૨૦૦૦ વૃક્ષો ઉછેરી આ આંક ૮૦૦૦ પર પહોંચાડ્યો છે. સરદાર વલ્લભભાઇ એરપોર્ટમાં કાર્બનની ફુટપ્રિન્ટ ઘટાડવાની નેમ સાથે તેના ગ્રીન કવરમાં ઉમેરો કરવા એરપોર્ટ અનેક પહેલ કરી રહ્યું છે જે પૈકી એક ટર્મિનલના બિલ્ડિંગની અંદર અને બહારની બાજુએ હરિયાળી વધારવાની છે. ખાનગીકરણના ૧ વર્ષના ટૂંકા ગાળામાં, એરપોર્ટેની લૉનનો ઉપયોગ કરીને લગભગ ૨000 ચોરસ મીટર ઝાડી વિસ્તાર અને ૧૨00 ચોરસ મીટર ગ્રીન કવર ઉમેર્યું છે.

સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સક્રિય પ્રયાસોથી હરિયાળી વધી છે અને ભવિષ્યની લીલીછમ વસુંધરાની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા માટે વિવિધ કાર્યક્રમો દ્વારા વધુ સારા ટકાઉ વિકાસના લક્ષ્યની નજીક તે પહોંચી રહ્યું છે. આશરે ૬000 વૃક્ષોની સંખ્યા વધીને હવે ૮000એ પહોંચી છે અને આગામી ૪ વર્ષમાં ૧0,000 ચો.મી.ની ઝાડીઓ સાથે  ૨0,000 વનરાજીને હાંસલ કરવાનો મક્કમ ઇરાદો છે જે એક વર્ષ પહેલાં આશરે ૫000 ચો.મી. હતી અને જાન્યુઆરી ૨૦૨૨ના પહેલા સપ્તાહમાં વધીને ૭000 ચો.મી. થઈ ગઈ છે. લીલોતરી આચ્છાદિત લૉન વિસ્તાર લગભગ ૧0,000 ચો.મી.નો હતો જે વધીને ૧૧૨00 ચો.મીટર થયો છે અને આવનારા વર્ષોમાં તેને ૨0,000 ચો.મી.થી આચ્છાદિત બનાવવાનું લક્ષ્ય છે.

હકીકતમાં, નવા વર્ષ ૨0૨૨નો આરંભ આઉટડોર વિસ્તારોમાં લગભગ ૧00થી વધુ પામ વૃક્ષો, ૫,000થી વધુ  સુશોભિત ઝાડીઓ અને ૧0,000થી વધુ રંગબેરંગી ફૂલોની ઘટાઓ સાથે એરપોર્ટના અપગ્રેડેશન સાથે થયો છે. ટર્મિનલ ૧ અને ૨ ના અંદરના ભાગે અનુક્રમે ૪00 ડેકોરેટિવ પ્લાન્ટસ અને ૨,૫00થી વધુ ઇન્ડોર પ્લાન્ટ્સ સાથે ઉત્થાન કરવામાં આવ્યું છે જે અનુક્રમે અંદરના સુક્ષ્મ જલવાયુમાં વૃધ્ધિ કરે છે.

સરદાર વલ્લભભાઇ આંતર રાષ્ટ્રિય વિમાની મથકે માત્ર હરીયાળી માટે ઝાડીઓ અને વનીકરણના વિસ્તરણની બાબત નથી, પરંતુ પર્યાવરણીય ધોરણો અને નિયંત્રણોના અમલીકરણ, ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા લાંબા ગાળાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવી, વિકાસ સહિત તમામ સ્તરે ટકાઉ પ્રથાઓ સુનિશ્ચિત કરવાનો વૈશ્વિક અભિગમ પણ છે. બળતણની કાર્યક્ષમતાને વિકસાવવી, ઊર્જા અને પાણી તથા તેના વ્યવસ્થિત રિસાયક્લિંગ સાથે કામ કરતી સંસાધન સંરક્ષણ નીતિનો ઉપયોગ અપનાવવાનો પણ છે.

લીલાછમ અને ટકાઉ પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે એક ચળવળકાર તરીકે સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીયવિમાની મથકે અસંખ્ય મુળભૂત અને પ્રભાવી કામગીરી હાથ ધરી છે. નજીકના ભવિષ્યમાં, ૧0,000 ચો.મી.ની ઝાડીઓ અને ૨0,000 ચો.મી.ની ગ્રીન કાર્પેટ લૉનના લેન્ડસ્કેપ કવરની સાથે ૨0,000 વૃક્ષોની લીલી ચાદર પાથરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ દ્વારા અપનાવવામાં આવેલી કાર્યક્ષમ ગ્રીન પ્રેક્ટિસ તેને વૈશ્વિક સ્તરે સૌથી વધુ ટકાઉ એરપોર્ટ બનાવે છે, જે તેના યાત્રીઓ માટે આજે શ્રેષ્ઠ પ્રદાન કરે છે તો ટકાઉ આવતીકાલ માટેના ભરપૂર પ્રયાસો કરે છે. વધુમાં, એરપોર્ટે પોતાના હાલના સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા તેના પગલાંના અમલીકરણ પ્રત્યે પણ કામ કર્યું છે. એરપોર્ટ તેના કાર્યક્ષમ અને ઉપયોગમાં સરળ સગવડો મારફત ગ્રાહકોની અપેક્ષાથી વધુ સુરક્ષા અને સલામતીના ઉચ્ચ ધોરણોને અનુરુપ છે અને સાથે તેના હિતધારકો માટે મૂલ્યનું પણ સર્જન કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]