ક્રીપ્ટોકરન્સીના વૈશ્વિક ઇન્ડેક્સ IC15માં ૩.૭૬ ટકાની વૃદ્ધિ

મુંબઈઃ સૌથી જૂની અને સૌથી વધુ પ્રચલિત ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનમાં પાંચ મહિનાની નીચલી સપાટીએથી ૨.૬૮ ટકાનો સુધારો થઈને તેનો ભાવ ૪૨,૯૦૧.૨૮ ડોલર થયો છે. ઘટાડો હવે પૂરો થયો છે એવા અંદાજને પગલે બિટકોઇનનો ભાવ વધવા લાગ્યો છે. એ ઉપરાંત ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે આર્થિક સહાયની નીતિ આ વર્ષે તેની ચારેક મીટિંગ થાય ત્યાં સુધી ચાલુ રહેશે એવો સંકેત આપ્યો હોવાથી આ ક્રીપ્ટોના ભાવમાં વધારો થયો છે.

ટેકડેવ ઉપનામ ધરાવતા ક્રીપ્ટો એનાલિસ્ટે ટ્વીટર પર પોતાના ફોલોઅર્સને કહ્યું છે કે બિટકોઇનમાં હવે નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. બુધવારે બપોરે ચાર વાગ્યાના આંકડાઓ મુજબ બિટકોઇનમાં ૨.૫ ટકાનો તથા ઈથિરિયમમાં પાંચ ટકાનો વધારો થયો હતો. IC15 ૬૨,૮૯૬ પોઇન્ટ ખૂલીને ઉપરમાં ૬૫,૩૬૪ પોઇન્ટ અને નીચામાં ૬૨,૫૦૨ પોઇન્ટ સુધી જઈને ૩.૭૬ ટકા (૨,૩૬૨.૨૧ પોઇન્ટ)ની વૃદ્ધિ સાથે ૬૫,૨૫૮ પોઇન્ટ બંધ રહ્યો હતો.

ક્રીપ્ટોકરન્સીનું માર્કેટ કેપિટલાઇઝેશન બે અબજ ડૉલરની ઉપર પહોંચ્યું હતું.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
૬૨,૮૯૬ પોઇન્ટ ૬૫,૩૬૪ પોઇન્ટ ૬૨,૫૦૨ પોઇન્ટ ૬૫,૨૫૮ પોઇન્ટ
ડેટાનો સમયઃ બપોરે ૪.૦૦ (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]