અમદાવાદઃ સીટીએમ અને એસજી હાઈવે પર ગંભીર અકસ્માત

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સીટીએમ વિસ્તારમાં ત્રિપલ અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઈવે પર એએમટીએસની બસ, ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે ગંભિર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ શહેરમાં આજે કુલ બે ગંભીર અકસ્માતો સર્જાયા હતા.

સીટીએમ વિસ્તારમમાં થયેલા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના સીટીએમ વિસ્તારમાં થયેલા આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે 3 લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર લોકો જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી અને રોડક્રોસ કરી રહેલા કેટલાક લોકો પણ અકસ્માતની અડફેટમાં આવી ગયા હતા. \

તો બીજીતરફ અમદાવાદના સરખેજ શાંતિપુરા માર્ગ પર એક ટ્રક ચાલકે બાઈકચાલકને અડફેટે લેતા ઘટના પર જ બાઈકચાલકનું મોત નીપજીયુ છે. આ ઘટના એકલવ્ય સ્કુલ નજીક ના ઉલાળિયા ગામ પાસે બની હતી જેમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]