અમદાવાદમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ, બોપલમાં દિવાલ ધરાશાયી થતા 4ના મોત…

અમદાવાદઃ અમદાવાદમાં ગઈકાલે રાતથી જ ધોધમાર વરસાદ શરુ થયો છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ મહેર કરતા અનેક વિસ્તારો, ગરનાળાઓ, અંડરબ્રીજ અને નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.અમદાવાદના અખબારનગર, ગોદરેજ ગાર્ડન સીટી, પરિમલ ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રોડ-રસ્તા પર પાણી ફરી વળતા સવારે ઓફિસ જવા નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની સમસ્યા સર્જાઈ છે. બોપલના સુધા ફ્લેટની દિવાલ પડતાં ચાર લોકોનાં મોત થયા છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.સાઉથ બોપલમાં આવેલા ક્લબ O7 રોડ પર સ્થિત નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધસી પડતા 4 લોકો દટાયા હતા. બનાવ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને સોલા સિવિલ લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બેના મોત નીપજ્યાં છે. શહેરમાં આઠ જેટલા ઝાડ પડવાના બનાવ નોંધાયા છે. પ્રહલાદનગર ફાયર સ્ટેશન, ડ્રાઇવઇન રોડ તેમજ આશ્રમ રોડ પર ઝાડ પડવાના બનાવ બન્યા છે.અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અમદાવાદના અખબારનગર, પરિમલ ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રોડ-રસ્તા પર પાણી ફરી વળતા સવારે ઓફિસ જવા નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની સમસ્યા સર્જાઈ છે.શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણીપ, ચાંદખેડા સહિતના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવવાના કારણે સ્કૂલે મુકવા જતા વાલીઓ તેમજ સવારના નોકરીએ જવા નીકળેલા લોકોના વાહનો બંધ થઈ ગયા હતા. વાહનચાલકો હેરાન પરેશાન થયા છે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)