અમદાવાદઃ અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત પોષણ કાર્યક્રમથી દેશનાં 12 રાજ્યોનાં 640 ગામોના આશરે 56,264 લોકોને લાભ થયો છે. આ કાર્યક્રમ કેન્દ્ર સરકારના ‘પોષણ અભિયાન’ હેઠળ દર વર્ષે સપ્ટેમ્બરમાં ઊજવાતા પોષણ માહમાં આયેજિત કરવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનની ટીમની 400 મહિલા સ્વયંસેવકોની ટીમ કે જેને ‘સુપોષણ સંગિની’ કહેવામાં આવે છે, એ અદાણી વિલ્મેરની રાષ્ટ્રવ્યાપી ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ હેઠળ 14 CSR સ્થળોએ લાભાર્થીઓ સુધી પહોંચી હતી.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઓગસ્ટ, 2021માં ઘોષણા કરી હતી કે આ વર્ષે મહિના સુધી ચાલતા કાર્યક્રમ થિમેટિક પોષણ માહ સપ્ટેમ્બર હશે અને ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ હેઠળની કામગીરી સાપ્તાહિક થીમને અનુરૂપ હતી. પોષણ માહ એવા સમયે થયો, જ્યારે કોરોનાની બીજી લહેરે લોકોની ખાનપાનની સુરક્ષા પર પ્રતિકૂળ અસર પાડી હતી, જેમાં પાંચ વર્ષથી નાનાં કુલ 7699 બાળકોની તપાસ કરવામાં આવી. આ તપાસમાં માલૂમ પડ્યું હતું કે 14 સ્થળોએ 432 બાળકોમાં ગંભીર કુપોષણ અને 556 બાળકોમાં સાધારણ કુપોષણ છે. આ કુપોષણ નિવારવા માટે સ્વદેશી પૌષ્ટિક વ્યજંનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અને પોષણ વાટિકા (કિચન ગાર્ડન)ને વિકસિત કરવામાં આવ્યાં.
દેશમાં કોરોનાનો પ્રકોપ ઓછો થતો ગયો તેમ ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ હેઠળ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાનવાળી માતાઓ, તરુણીઓ અને પરિવારના સભ્યોને કુપોષણ વિશે માહિતી આપવામાં આવી અને એ નિવારવા સૂચનાઓ આપવામાં આવી.
આ સાથે ઘરેલુ સ્તરે 1000થી વધુ છોડ, 575 પોષક ગાર્ડન, ટેક હોમ રાશન અને સ્થાનિક ખાદ્ય પદાર્થોને રાંધવાનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઉપરાંત 2630 ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે 7138 પરિવારો સાથે વિચારવિમર્શ સેશન યોજવામાં આવ્યું હતું. આ સાથે 5022 જળ સ્વચ્છતા અને સ્વચ્છતા અભિયાન અને 5782 લોકો માટે 436 યોગ સેશન યોજવામાં આવ્યા હતા.