ડાંગમાં અકસ્માતો ઘટાડવા સેલ્ફી લેવા પર કાર્યવાહી થશે

અમદાવાદઃ રાજ્યના ડાંગ જિલ્લામાં સેલ્ફી લેવાને કારણે દુર્ઘટનાઓ પર લગામ તાણવા માટે સેલ્ફી ક્લિક કરવી એ ગુનો બનાવી દેવામાં આવ્યો છે, અધિકારીઓએ આ માહિતી આપી હતી. દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લો ચોમાસામાં લીલોછમ્મ થઈ જાય છે, ત્યારે પ્રવાસીઓ તળાવો, નદીઓ અને ધોધ પર ફરવા આવતા હોય છે અને સેલ્ફી ખેંચતા હોય છે, પણ એ વખતે સરતચૂકથી સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે અથવા અકસ્માતો સર્જાતા હોય છે. આવી હોનારતોને નિવારવા કલેક્ટરે સેલ્ફી ખેંચવા પર પ્રતિબંધ મૂક્યો છે અને સેલ્ફી લેતા કોઈ પકડાય તો એની સામે ગુનાઇત ગુનો ગણીને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. રાજ્યમાં હાલ કોરોના કેસોમાં ઘટાડો થતાં વરસાદની મોસમની મજા લેવા માટે મોટી સંખ્યામાં લોકોએ હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. જેથી એડિશનલ કલેક્ટર ટીડી ડામોરે આ સેલ્ફી ખેંચવા વિરુદ્ધ આદેશ જારી કર્યો હતો.

અધિકારીએ કહ્યું હતું કે છેલ્લાં બે-ત્રણ વર્ષોથી ડાંગમાં આ પ્રકારનો પ્રતિબંધ લાગુ હતો અને હવે આ મહિનના પ્રારંભથી એક નવા જાહેરનામાથી એને વધારવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ એ સેલ્ફી ખેંચવા થકી દુર્ઘટનાઓને રોકવાનો છે, જેમાં ભૂતકાળમાં  અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાય ઘાયલ થયા છે, એમ ડામોરે કહ્યું હતું. લોકો ખાસ કરીને યુવાનો એક સારી સેલ્ફી ક્લિક લેવાના પ્રયાસમાં કોઈ પણ હદે સુધી જઈ શકે છે અને ખુદને નુકસાન પહોંચાડે છે. ભૂતકાળમાં લોકો ખીણમાં પડી ગયા, પાણીના પ્રવાહમાં તણાઈ ગયાના કેટલાય મામલા નોંધાયા છે, કેટલાય લોકો મરી ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, એમ તેમણે કહ્યું હતું.

અધિકારીએ કહ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રએ વિવિધ પર્યટન સ્થળો પર હોર્ડિંગો અને જાહેરાતના બોર્ડ લગાવ્યાં છે, જે પ્રવાસીઓને સેલ્ફી લેવાના જોખમથી ચેતવે છે. જુલાઈ, 2018માં સાપુતારામાં સેલ્ફી લેવા દરમ્યાન ખીણમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]