રાજકોટઃ છેલ્લા ત્રણ દાયકાઓથી આચાર્ય વિજયજીએ ૫૦૦ જેટલી હનુમાન કથા કરી છે તેમ જ ૧૦૦૦ જેટલી યોગ શિબિરમાં યોગચાર્ય તરીકે યોગ કરાવ્યાં છે. તેમણે અનેક મુસ્લિમ દેશોમાં ‘હનુમાન કથા’ પણ કરાવી છે. હાલ તેઓ ૨૫ ઓગસ્ટે રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે. નૈનીતાલમાં હનુમાન કથાકાર અને યોગગુરુ આચાર્ય વિજય સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને સોમનાથની મુલાકાત લેશે. નૈનીતાલ હનુમાન ધામના ૯૦ ભાવિકોના ગ્રુપ સાથે તેઓ ૨૫ ઓગસ્ટે રાજકોટ પધારશે. ત્યાર બાદ તેઓ દ્વારકા જવા રવાના થશે.
આચાર્ય વિજયજીએ ૭૬ હનુમાન કથાઓ વિદેશમાં અને ૪૨૫ કથાઓ દેશમાં -આસામ, પશ્ચિમ બંગાળ, યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં હનુમાન કથા અને યોગ શિબિર કરી છે.
રાજ્યમાં તેઓ અમદાવાદ, ભૂજ, અંજાર, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, કલોલ અને મહેસાણામાં પણ હનુમાન કથા અને યોગ શિબિર કરી ચૂક્યા છે. તેમણે નૈનીતાલમાં હનુમાન ધામ સ્થાપ્યું છે, જેમાં વિકલાંગો માટે કેર સેન્ટર કાર્યરત થઈ રહ્યું છે.