આપ નેતા યુવરાજ સિંહ પર રૂ. એક કરોડ વસૂલવાનો આરોપ

ભાવનગરઃ આમ આદમી પાર્ટીની મુશ્કેલોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ડમીકાંડમાં તોડકાંડ મામલે મોડી રાત્રે ધરપકડ કરી હતી. છે. તેમના પર રૂ. એક કરોડની ખંડણી વસૂલવાનો આરોપ છે. ભાવનગર પોલીસે આપ નેતા અને પ્રશ્નપત્ર લીક કૌભાંડના વ્હીસલ બ્લોઅર યુવરાજ સિંહ જાડેજાની ડમી ઉમેદવાર પરીક્ષા કૌભાંડ સંબંધમાં કેટલાક કલાકોની પૂછપરછ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. આજે સુરતથી તેના સાળાની પણ આ મામલે પોલીસે ધરપકડ કરી છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજ સિંહ વિરુદ્ધ કલમ 388, 386 અને 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાંધવા અને  રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ભાવનગર સ્થાનિક ગુના શાખાના અધિકારે જણાવ્યું હતું કે નવા મામલામાં અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. જાડેજા સિવાય તેના પર બે વર્ષ અને અન્ય ત્રણ પર મામલા નોંધવામાં આવ્યા હતા.

ડમીકાંડમાં તપાસ ઝડપી કરવામાં આવી છે.  શુક્રવારે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યાં પુછપરછ બાદ રાત્રે ડોઢ વાગ્યે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગર રેન્જ IG પી. ગૌતમ પરમારે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે યુવરાજસિંહ પર IPC કલમ 386, 388 અને 120બીની કલમ મુજબ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી.

યુવરાજે કહ્યું હતું કે, 2004થી ડમીકાંડનું કૌભાંડ ચાલે છે. ભાજપનો ખેસ પહેરનારાઓને સમન્સ પાઠવવામાં આવતા નથી. કૌભાંડીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળના તત્કાલીન ચેરમેન અસિત વોરાને સમન્સની યુવરાજની માંગ છે. યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા. યુવરાજસિંહે ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીના નામનું સમન્સ કાઢવા માગ કરી હતી. અવધેશ, અવિનાશ, જસુ ભીલના નામના સમન્સ પણ નીકળવા જોઇએ.