કોંગ્રેસ દ્વારા ભગવાન પરશુરામ શોભા યાત્રાનું ભવ્ય સ્વાગત

અમદાવાદઃ હિંદુ માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ પ્રદોષ સમયગાળામાં પ્રગટ થયા હતા અને તેઓ આઠ ચિરંજીવી પુરુષોમાંના એક છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ આજે પણ આ પૃથ્વી પર બિરાજમાન છે. પરશુરામ જયંતી અને અક્ષય તૃતીયા પર કરવામાં આવેલું દાન ક્યારેય ક્ષીણ થતું નથી.

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, પરમ જ્ઞાની, મહાન યોદ્ધા, ચિરંજીવી શ્રી ભગવાન પરશુરામ જન્મોત્સવ પ્રસંગે રાયપુર દરવાજા અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રોહન ગુપ્તા, અમદાવાદ લોકસભા પ્રભારી અને વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી જગત શુક્લ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કોકન્વીનર, પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના પ્રદેશ અગ્રણીઓ, કાર્યકર્તાઓ દ્વારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આયોજિત પરશુરામ શોભા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભગવાન પરશુરામના દર્શન કરી સમગ્ર વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી.