વડોદરાઃ વડોદરામાં અભિવ્યક્તિના બેનર હેઠળ બે દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં નવેમ્બર-ડિસેમ્બર, 2023 દરમિયાન અમદાવાદમાં યોજાયેલી અભિવ્યક્તિની પાંચમી આવૃત્તિમાં સૌથી વધુ વખણાયેલાં અને સૌથી વધુ ડિમાન્ડમા રહેલાં પ્રદર્શનો રજૂ કરવામાં આવશે. અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે, જે વડોદરામાં પોતાની આગવી શૈલીમાં નૃત્ય, સંગીત અને નાટકોની ધમાકેદાર રજૂઆત સાથે પુનરાગમન કરી રહ્યું છે, ગયા વર્ષે વડોદરામાં પોતાની પ્રથમ ઈવેન્ટને સફળતાપૂર્વક સંપન્ન કર્યા બાદ અભિવ્યક્તિની બીજી આવૃત્તિનું આગામી 17મી અને 18મી ફેબ્રુઆરી, 2024એ આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે એટલે કે 17મી ફેબ્રુઆરીએ પ્રદર્શનમાં “પ્રમથ” દ્વારા “ગાંડાલાલનું ફુલેકું” નામનું નાટક રજૂ કરવામાં આવશે. એ સાથે જ જયેશ અને નંદિની દ્વારા “પલ્સ ઓફ ધ ક્રાઉડ” નામનું નૃત્ય પ્રદર્શન દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે, બીજા દિવસે, એટલે કે 18મી ફેબ્રુઆરીએ મુક્ત બેન્ડ દ્વારા “ધ અનહર્ડ” અને કવિશ શેઠ દ્વારા “સ્વવિધાન” નામના સંગીતમય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. આ તમામ પ્રદર્શનનું આયોજન “એલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ, વડોદરા”માં યોજાશે અને તમામ લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે.
સંગીતમાં ભાર્ગવ પુરોહિત, નાટકમાં ચિરાગ મોદી અને નૃત્યમાં જૈમિલ જોષી સહિત ટોચના આર્ટ ક્યુરેટર્સ દ્વારા પર્ફોર્મન્સ ક્યુરેટ કરવામાં આવ્યા છે તેમ જ નૃત્યના સહક્યુરેટર તરીકે કથંકી રાવલ શેઠ દ્વારા કામગીરી કરવામાં આવી છે. અભિવ્યક્તિની આ આવૃત્તિ હેઠળના પર્ફોર્મન્સને કલા મંડળના જાણીતાં નામો, દક્ષા શેઠ(નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્યા જોશી (નાટક) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અભિવ્યક્તિની પ્રથમ આવૃત્તિ વર્ષ 2018માં રજૂ થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી UNM ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલો આ મંચ ઉપર દેશભરના 330થી વધુ કલાકારોએ પોતાની ભાગીદારી નોંધાવી કલાની સાધના કરી છે તેમ જ અત્યાર સુધી 2.6 લાખથી વધુ લોકોએ અભિવ્યક્તિનાં પ્રદર્શનોને મન ભરીને માણ્યાં છે અને ખુલ્લા મને પ્રશંસા પણ કરી છે.
કલાકારો અને પ્રદર્શનનો પરિચય
“પ્રમથ” દ્વારા “ગાંડાલાલનું ફુલેકું” – ૧૭મી ફેબ્રુઆરીએ સાંજે ૭:૧૫ કલાકે: જાણીતા નાટ્ય કલાકાર પ્રથમ તેમના પોસ્ટ મોર્ડન લોક શૈલીના નાટક “ગાંડાલાલનું ફુલેકું”માં લોકસંગીત અને ફટાણાંના ટ્વિસ્ટ સાથે પરંપરાગત લગ્નની ઘટનાક્રમ દ્વારા પરંપરાગત લગ્નની કથા રજૂ કરશે. આ નાટક બે જમીનદારોની વાર્તા રજૂ કરે છે. “પ્રમથ” થિયેટર આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને રંગ મંચ ક્ષેત્રે છેલ્લાં 12 વર્ષથી સફળતા પૂર્વક પોતાની કલાને આગળ વધારી રહ્યા છે.
જયેશ દત્ત અને નંદિની જાની પ્રસ્તૃત “ધ પલ્સ ઑફ ધ ક્રાઉડ”- 17મી ફેબ્રુઆરી રાત્રે 9:15 કલાકે : જયેશ દત્ત અને નંદિની જાની એ ફ્યુઝન-વેસ્ટર્ન, કન્ટેમ્પરરી અને કથકની શૈલીમાં આકર્ષક પર્ફોર્મન્સ પોતાના અભિનય દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ડ્રામામાં સ્નાતક, જયેશ દત્ત અને કથક નૃત્યાંગના નંદિની જાની અભિવ્યક્તિના મંચ ઉપર એકસાથે પોતાની કલાની રજૂઆત કરશે. તેમના પ્રદર્શન “ધ પલ્સ ઑફ ધ ક્રાઉડ” માં વેકિંગ, હિપ-હોપ અને કથક જેવી નૃત્ય શૈલીઓનું મિશ્રણ દર્શાવવામાં આવશે.
મુક્ત બેન્ડની રજૂઆત “ધ અનહર્ડ” – 18મી ફેબ્રુઆરીએ સાંજે 7:15 કલાકે: આ સંગીતમય પ્રદર્શનમાં ભારતીય મહિલાઓ દ્વારા સદીઓથી ચાલી આવતી ગૂઢ કવિતાઓને પ્રસ્તુત કરે છે. તેમની આ રજૂઆત ૧૪મી સદીથી લઈને સરોજિની નાયડુ, અમૃતા પ્રીતમ અને કમલા દાસ જેવી દિગ્ગજ
હસ્તીઓ સુધી વિસ્તરેલા ભારતીય મહિલા કવિઓની અત્યાર સુધી ઓછી જાણિતી બનેલી સાહિત્યિક ક્ષમતાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. મુક્ત બેન્ડ એ એક સાહિત્યિક સમૂહ છે, જે કબીર દાસ, ઇબ્ને-ઇ-ઇન્શા અને નિદા ફાઝલી જેવા કવિઓના છંદોને રોમાચંક સંગીત સાથે સુંદર રીતે જોડે છે.
કવિશ શેઠની રજૂઆત “સ્વવિધાન” – 18મી ફેબ્રુઆરી રાત્રે 9:15 કલાકે: કવિશ શેઠ પોતાની મનોરંજક રજૂઆતમાં અસ્તિત્વની જટિલતાઓ સાથે ગીત, કવિતા અને રિવાજોનું મિશ્રણ રજૂ કરે છે. જેને તેઓ ‘વ્યક્તિગત બંધારણ’ તરીકે ઓળખાવે છે. તેઓ સંગીતમય રજૂઆતના માધ્યમથી તેઓ દર્શાવે છે કે જીવનની પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં ન થઈ શકે, પરંતુ તેઓ છટાદાર રીતે જીવવાની લાગણીનો સંચાર કરે છે.
અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ
અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને થિયેટરથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે. વડોદરાના કલા અને સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં અભિવ્યક્તિ એક નવો અધ્યાય ખોલવા અને આગળ વધવા માટે એક તહેવારના રૂપમાં તૈયાર છે.અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને નાટકથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે,