રાજ્યમાં 26 જુનથી મેઘરાજા એન્ટ્રી કરી છે. વરસાદની શરૂઆતથી જ રાજ્યમાં તમામ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે 3 જુલાયના રોજ સવારે 06 કલાક સુધીમાં 24 કલાક દરમિયાન રાજ્યના 88 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 07 તાલુકાઓ એવા છે કે જેમાં 03 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ત્યારે છેલ્લા 24 કલાકમાં ઉતર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકામા 270 મિ.મી એટલે કે 10.8 ઇંચ, મહેસાણામાં 98 મિ.મી એટલે કે 3.92 ઇંચ અને બેચરાજીમાં 96 મિ.મી એટલે કે 3.84 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં 92 મિ.મી એટલે કે 3.68 ઇંચ, વાવ તાલુકામાં 79 મિ.મી એટલે કે 3.16 ઇંચ, સુઈગામ તાલુકામાં 77 મિ.મી એટલે કે 3.08 ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાત રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 19.56 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોડાસા તાલુકામાં 72 મિ.મી, વઘઈ તાલુકામાં 65 મિ.મી, વાંસદા તાલુકા 62 મિ.મી, સિદ્ધપુર તાલુકામાં 61 મિ.મી, બાલાસિનોર તાલુકામાં 61 મિ.મી, થરાદ તાલુકામાં 60 મિ.મી, ડોલવન તાલુકામાં 56 મિ.મી, ફતેહપુરા તાલુકામાં 52 મિ.મી, ઊંઝા તાલુકામાં 49 મિ.મી મળીને કુલ 9 તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઓલપાડ, ચાણસમા, સરસ્વતી તાલુકામાં 47 મિ.મી, નવસારી તાલુકામાં 46 મિ.મી, અને ખેરગામ, જલાલપોર, ડાંગ-આહવા તાલુકામાં 45 મિ.મી, હિંમતનગર અને પાટણ તાલુકામાં 43 મિ.મી, જોટાણા અને કપડવંજ તાલુકામાં 42 મિ.મી, લુણાવાડા તાલુકામાં 41 મિ.મી, દેત્રોજ- રામપુરા તાલુકામાં 40 મિ.મી, સંજેલી તાલુકામાં 40 મિ.મી અને તલોદ તાલુકામાં 39 મિ.મી મળીને કુલ 15 તાલુકાઓમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાલોદ, વાલોદ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજ, વડનગર, સંતરામપુર, અમદાવાદ સીટી, કઠલાલ, મળીને કુલ 9 તાલુકાઓમાં એક ઇંચથી વધુ જયારે સાણંદ, મેઘરાજ, દસાડા, વાપી, વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મા, બારડોલી, વિજાપુર, માંડલ, ધરમપુર, પાલીતાણા, ભિલોડા, અંકલેશ્વર, કપરાડા, દાંતા, ધાનેરા, પારડી, કામરેજ, ધનસુરા, દહેગામ, વિરમગામ, વડગામ, હારીજ, માણસા, રાધનપુર, અંજાર, વાલીયા, વસો, અને મહુધા મળીને કુલ 30 તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.