રાજ્ય જળબંબાકાર બાદ કેટલાક વિસ્તારમાં બિસ્માર રોડની સમાસ્યા સામે આવતી જોવા મળી રહી છે. શહેરી વિસ્તારમાં આવતા હોય તેવા 43 ધારાસભ્યને મત વિસ્તારમાં રસ્તાના કામો માટે વધારાની 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 43 ધારાસભ્યોને 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરતા જાણાવ્યું કે, “ગ્રામ્ય વિસ્તાર ન આવતો હોય તેવા શહેરી વિસ્તારના ધારાસભ્યોને તેમના વિસ્તારમાં રસ્તાના પેવરિંગ, રિપેરિંગ કે નવા રસ્તા બનાવવા માટે આ ગ્રાન્ટ મળશે. સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના હવાલે આ ગ્રાન્ટ મુકાશે જેમાંથી ધારાસભ્યો રસ્તાના કામો સૂચવી શકશે.” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે. શહેરી વિસ્તારોમાં રસ્તાઓના માર્ગ મરામતના વિકાસકામો માટે ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો છે. ધારાસભ્યોને નિયમિત રીતે મળતી ગ્રાન્ટ ઉપરાંતની આ રકમ વધારાની આપવામાં આવશે.
રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યશ્રીઓને તેમના મતવિસ્તારમાં રોડ-રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યશ્રીઓને પોતાના મતવિસ્તારમાં ક્રોંકિટ કે ડામરના નવા રોડના નિર્માણ, જૂના રસ્તાઓના…
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 10, 2024
મુખ્યપ્રધાનના નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે. રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ 2024-25 ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.