‘મોટીફ ચેરીટી વૉક-2022’ 20 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલી યોજાશે

અમદાવાદઃ શહેરના સોશ્યલ કેલેન્ડરમાં બહુપ્રતિક્ષિત 20મી વાર્ષિક મોટીફ ચેરીટી વૉક -2022 આ વર્ષે તા. 20 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

હંમેશની જેમ આ વૉક યોજવા માટેના બે હેતુ છે – પ્રથમ, આરોગ્ય અંગે જાગૃતિ પેદા કરવી અને  બીજું, લોકોની સામેલગીરી મારફતે  વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) માટે ભંડોળ ઉભું કરવું. દુનિયાભરમાં  કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વૉક વર્ચ્યુઅલી યોજાશે. વૉકમાં સામેલ થનારા લોકો 5 કિ.મી.ની વૉક અથવા તો 10 કિ.મી.ની દોડ  તેમની પસંદગીના કોઈ પણ સ્થળ નજીક કરી શકશે.

વર્ષ 2003માં આનંદની પ્રવૃત્તિ તરીકે શરૂ કરાયેલી આ વૉકમાં હવે હજારો લોકો સામેલ થઈ રહ્યાં હોવાને કારણે શહેર માટે ખૂબ મહત્વની અને જેની અત્યંત પ્રતિક્ષા થઈ રહી હોય તેવો ઈવેન્ટ બની ગઈ છે. વ્યક્તિગત યોગદાન અને કોર્પોરેટ સ્પોન્સરશીપને કારણે તેના ઉદ્દેશો સાકાર કરવામાં તે ખૂબ જ સફળ રહી છે.

વિતેલાં 19 વર્ષમાં આ વૉકમાં 85,000થી વધુ લોકોએ ભાગ લીધો છે અને 271 સ્પોન્સરે  62 સ્વૈચ્છિક સંસ્થાઓ માટે  રૂ.8.86 કરોડ એકત્ર કર્યા છે.

ઈન્ડીયા ટીટીઈસીના વાઈસ પ્રેસીડેન્ટ અને જનરલ મેનેજર કૌશલ મહેતા જણાવે છે કે “અમે ખૂબ જ રોમાંચિત થઈને નમ્રભાવે 20મી વાર્ષિક ટીટીઈસી ચેરિટી વૉકની જાહેરાત કરી રહ્યા છીએ. આ વર્ષે આ મજલને  20 વર્ષ પૂરાં  થતાં હોઈ  અમારા માટે તે મોટા સીમાચિન્હરૂપ છે. મિત્રો અને પરિવારમાં એક નાનકડા વિચાર સાથે શરૂ થયેલી આ વૉકને દુનિયાભરના અમારા ક્લાયન્ટસનો સહયોગ પ્રાપ્ત થયો છે અને અત્યંત મહત્વની બાબત એ છે કે અમદાવાદ શહેરના લોકો પણ અમારી પર પ્રેમ વરસાવીને છેલ્લા 19 વર્ષથી તેનો હિસ્સો બની રહ્યા છે. અમે માનીએ છીએ કે ઉદારતા સાથે સમાજને કશુંક પરત કરવાનો વિચાર આ વૉકમાં કેન્દ્ર સ્થાને છે. આપણે સૌ સાથે મળીને 20મી વાર્ષિક મોટીફ ટીટીઈસી ચેરિટી વૉકમાં સામેલ થઈએ અને જે લોકો વંચિત છે તેમને સહાય કરીએ.”

મોટીફ ટીટીઈસી ચેરિટી વૉકમાં 5 કી.મી.ની વૉક અને 10 કી.મી.ની દોડનો સમાવેશ થશે. તેનો પ્રારંભ તા.20 ફેબ્રુઆરીના રોજ સવારે 7-00 વાગે થશે. તેમાં ભાગ લેવા ઈચ્છતા લોકો ટાઉનસ્ક્રિપ્ટ અને બુકમાય શો મારફતે ઓનલાઈન નામ નોંધાવી શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી રૂ.300 રહેશે. કંપની દરેક નોંધાયેલા સભ્યની ફી સામે રૂ.300નો ઉમેરો કરશે (રૂ.10 લાખ સુધી આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓને સીધા યોગદાનની રકમ રૂ.15 લાખથી વધુ થશે.

20મી વાર્ષિક ચેરિટી વૉકના લાભાર્થીઓ નીચે મુજબ છેઃ

MARAG (માલધારી રૂરલ એક્શન ગ્રુપ www.marag.org)- આ ગ્રુપ શિક્ષણ, રોજગારી અને વહીવટી સહયોગ પૂરો પાડીને સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને વિચરતા સમુદાય તરીકેનું જીવન જીવતા લોકો ઉપરાંત દલિતો અને આદિવાસીઓને તથા ખાસ કરીને મહિલાઓ અને બાળકોને વર્ષ 1994થી સહાયરૂપ બની રહ્યું છે.

Mukul Trust (www.mukultrust.org) – 1988માં સ્થપાયેલું આ ટ્રસ્ટ શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, ડિઝાસ્ટર રિલીફના ક્ષેત્રમાં કામ કરે છે અને સમાજના નબળા વર્ગોને સહાયરૂપ બને છે.

Sanchetana Community Health & Research Centre (www.sanchetana.org)- વર્ષ 1983થી શહેરી ગરીબ વિસ્તારોમાં કામ કરતી આ સંસ્થા શિક્ષણ, આવક નિર્માણ, આરોગ્ય જેવા ક્ષેત્રમાં કામ કરીને મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના ઉત્કર્ષ માટે કામ કરી રહ્યું છે.

Vedchhi Pradesh Seva Samiti (www.vpssvalod.org) – 1954માં સ્થપાયેલી આ સ્વૈચ્છિક સંસ્થા સમગ્રલક્ષી ગ્રામ વિકાસ અને લોકોના સશક્તિકરણ માટે ગાંધી વિચારને અનુસરીને કામ કરે છે.

મોટીફ ટીટીઈસી ચેરિટી વૉકની 20મી એડિશનના મુખ્ય સ્પોન્સર નીચે મુજબ છેઃ

પ્રેઝન્ટીંગ સ્પોન્સર- ટીટીઈસી

પ્રિન્સિપલ સ્પોન્સર- સ્પેક ઈન્ડિયા

પ્લેટિનમ સ્પોન્સર્સ- એનોનિમસ, ઈબે અને લીવરકેર

ગોલ્ડ સ્પોન્સર્સ- એનોનિમસ, ધ સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ

સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક અને ખુશી- એમ્બીયન્ટ મિડીયા પાર્ટનર

સિલ્વર સ્પોન્સર્સ- એરબન્બ અને શેઠઈન્ફો

બ્રોન્ઝ સ્પોન્સર્સ- ઈન્ફોસ્ટ્રેચ કોર્પોરેશન ઈન્ડિયા પ્રા.લિ., જયંતિલાલ એન્ડ કંપની, ન્યુ અર્બુદા બિલ્ડર્સ, પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઈઝીઝ, સિમ્યુલેશન્સ અને સાવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબ- કેન્સવીલે

એસોસિએટ સ્પોન્સર્સ-  બ્લેઝનેટ લિમિટેડ, સિટીશૉર, ક્લેરીસ, ક્રિએટીવ યાત્રાડોટકોમ, ડેટાટેક કોમ્પ્યુટર્સ પ્રાઈવેટ લિ., ઝેડ બ્લૂ લાઈફ સ્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ, મેઘા કોમ્યુનિકેશન, ક્યુએક્સ ગ્લોબલ સર્વિસીસ એલએલપી, સફલ, સુનીજ ફાર્મા પ્રા.લિ. અન ટેક મહિન્દ્રા

સહયોગ- અમદાવાદ મિરર અને રેડિયો મિર્ચી

પાર્ટનર્સ- એલડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ, ધ હાઉસ ઓફ એમજી અને વાઘબકરી ટી ગ્રુપ.

સ્વૈચ્છિક સંસ્થાની પસંદગી પ્રક્રિયા માટેના સિધ્ધાંતોઃ

  1. તમામ ચેક સીધા લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાના નામે મોકલવાના રહેશે.
  2. પછીના વર્ષે કોઈ સ્વૈચ્છિક સંસ્થાનું પુનરાવર્તન નહીં કરાય.
  3. મોટીફ ટીટીઈસીના ડિરેક્ટર કોઈપણ સ્વૈચ્છિક સંસ્થાના ટ્રસ્ટી નથી.