ધો.12 સાયન્સના નાપાસ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, જૂના અભ્યાસ ક્રમ…

ગાંધીનગર:  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેઓની માર્ચ 2020માં યોજાનારી પરીક્ષામાં જૂના અભ્યાસ ક્રમ પ્રમાણે પરીક્ષા આપી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના માર્ગદર્શન માટે આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે.

બોર્ડે રજૂ કરેલી યાદી પ્રમાણે ધોરણ 12, વિજ્ઞાન પ્રવાહ ઉ.મા.પ્ર. પરીક્ષા, માર્ચ – 2019 તેમજ જુલાઇ 2019માં પૂરક પરીક્ષા આપેલી હોય અને નાપાસ થયા હોય તેવા (સેમેસ્ટર પદ્ધતિ સિવાયના) વિદ્યાર્થીઓની માર્ચ-2020માં જૂના અભ્યાક્રમ મુજબ એટલે કે માર્ચ-2019 પરીક્ષામાં અમલી હતો તે અભ્યાસ ક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે.

આ ઉપરાંત પૂરતી તકો તેમજ વધારાની તક આપવા છતાંય ઉત્તિર્ણ થઇ શક્યા ન હોય તેવા સેમેન્સટર પદ્ધતિવાળા વિદ્યાર્થીઓએ માર્ચ-2020માં નવા અભ્યાસક્રમ મુજબની પરીક્ષા આપવાની રહેશે.

યાદીમાં જણાવ્યા પ્રમાણે માર્ચ તેમજ જુલાઇ 2019 પૂરક પરીક્ષામાં ઉત્તિર્ણ હોવા છતાં પરિણામ જમા કરાવી પુનઃ પરીક્ષાર્થી તરીકે માર્ચ -2020માં બેસનાર છે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ જૂના અભ્યાસક્રમ મુજબ જ એટલે કે માર્ચ 2019 પરીક્ષામાં અમલી હોય તે મુજબ અભ્યાસક્રમ મુજબ લેવાશે. આ વિદ્યાર્થીઓએ જૂના અભ્યાસક્રમ મુજબ પ્રાયોગિક પરીક્ષા પણ આપવાની રહેશે. આ માટે પોતાની શાળાના તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંપર્કમાં રહેવું.