‘શાંતિ બિઝનેસ સ્કૂલ’નો યોજાયો 11મો દિક્ષાંત સમારોહ

અમદાવાદઃ “શાંતિ બિઝનેસ સ્કૂલ” (SBS)માં PGDM/PGDM (માર્કેટિંગ)ના 2020-22 બેચના વિદ્યાર્થીઓ માટે હાલમાં જ 11મો દિક્ષાંત સમારોહ યોજાઈ ગયો. આ સમારોહમાં કુલ 181 વિદ્યાર્થીઓએ “પીજી ડિપ્લોમા” પ્રાપ્ત કર્યા હતા.

ડૉ. નેહા શર્મા, ડાયરેક્ટર એસબીએસએ તમામ મહાનુભાવો, આમંત્રિતો, વાલીઓ, ફેકલ્ટી અને સ્નાતકોનું સ્વાગત કર્યું હતું. એમણે પાંચ મુખ્ય લેસન્સ – ઇનોવેશન, ટ્રાન્સફોર્મેશન, ટીમ વર્ક, ઈફેક્ટિવ કોમ્યુનિકેશન, અને ડેવલપવપિંગ રિજ઼િલ્યન્સ પર ભાર મૂક્યો. તેમજ સફળ કારકિર્દી માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. ચિરીપાલ ગ્રુપના ડાયરેક્ટર વિશાલ ચિરીપાલે કોન્વોકેશનની અધ્યક્ષતા કરી હતી.

ગિફ્ટ સિટી, ગાંધીનગર સ્થિત ઇન્ડસઇન્ડ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લલિત જાધવ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થી મેનેજર્સને “લીડરશીપ અને ડિસિપ્લિન” એ બે મહત્વના ગુણો આત્મસાત કરવાની સલાહ આપી. જ્ઞાન અને યોગ્યતાના ગુણો અને નિર્ણય લેવાની ક્ષમતા અને સારા નેતા બનવા માટે સંપૂર્ણ જવાબદારી નિભાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. આસપાસના લોકો સાથે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઔચિત્ય સાથે વ્યવહાર કરવા માટે અને નૈતિક હિંમત વિકસાવવા પર ભાર મૂક્યો.

કાર્યકારી રજીસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈએ સ્નાતકોના નામ જાહેર કર્યા જેમને તેમના પીજી-ડિપ્લોમાથી નવાજવામાં આવ્યા હતા.

ઓવરઓલ એકેડમિક એક્સેલન્સ એવોર્ડ નાયર અખિલ કૃષ્ણદાસને આપવામાં આવ્યો હતો. પીજીડીએમ (માર્કેટિંગ) કોર્સના એકેડમિક ટોપર ગીધવાણી લલિતકુમારને આપવામાં આવ્યો હતો. માર્કેટિંગ, ફાઇનાન્સ, માનવ સંસાધન, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, ડીસિઝન્સ સાયન્સ અને કોમ્યુનિકેશનસના ટોપર્સ તરીકે મેરીટોરીયસ એવોર્ડ મેળવનાર અન્યમાં દેશમુખ કૌસ્તુભ શ્યામ, હરજોત કૌર ભાટિયા, ગજ્જર ઝીલ મનીષ, અનિમેષ આનંદ, સુધાંશુ પુરોહિત અને અન્વેષા ઘટક હતા.

શાંતિ બિઝનેસ સ્કૂલના આ બધા જ વિદ્યાર્થીઓનું નામાંકિત કંપનીઓ હિન્દુસ્તાન યુનિલિવર, ડોઇશ બેંક, એમઆરએફ, વીવો, નોક્રાફ્ટ એનાલિટીક્સ, પરફેટી, નેસ્લે ઈન્ડિયા., ઝોમાટો, બર્જર પેઇન્ટસ, એશિયન પેઇન્ટસ વગેરેમાં સારા પેકેજ સાથે પ્લેસમેન્ટ થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]