ચૂંદડીવાળા માતાજી સાથે 1.20 કરોડની છેતરપિંડી, પોલિસ ફરિયાદ નોંધાવી

અંબાજીઃ છેતરપિંડી કરનારા અને માત્ર પોતાનો સ્વાર્થ સાધી લેવાની તકની રાહ જોતાં વ્યક્તિઓને ક્યારેય કોઈ વ્યક્તિ કે ધર્મ સાથે નિસબત હોતી નથી. આવી જ એક ઘટના બની છે અંબાજીમાં રહેતાં ચૂંદડીવાળા માતાજી સાથે. ચૂંદડીવાળા માતાજીએ ધર્મશાળા બનાવવા માટે એક જમીન ખરીદી હતી. અને આ જમીન લેવા માટે તેમણે 1.20 કરોડ રુપિયા ચૂકવ્યા પણ હતાં. પરંતુ ભદ્રેશ પંડ્યા નામના એક વ્યક્તિ આ જમીન આપવા માટે ચૂંદડીવાળા માતાજી પાસેથી પૈસા લીધા તો ખરાં પરંતુ તેમને જમીન ન આપી.

સમગ્ર મામલે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ અંબાજી પોલીસ મથકે તેમ જ ડીજીપીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ભદ્રેશ પંડ્યા નામના વ્યક્તિએ ચૂંદડીવાળા માતાજીને જમીન લેવી હતી તે માટે તેમની પાસેથી 1.20 કરોડ રુપિયા તો લઈ લીધા પરંતુ જમીન આપી નથી.  ત્યારે સમગ્ર મામલે ડીજીપીને લેખિત ફરિયાદ આપવામાં આવી છે.