ગાંધીનગર: રાજયમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લાં 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.26 ઈંચ અને નર્મદાના સાગબારામાં 3.22 ઈંચ નોંધાયો છે. જ્યારે 20 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અન્ય 60 તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. મંગળવારે દાહોદ,અરવલ્લી, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.




