અમદાવાદ: 23મી જુલાઇ એટલે કે મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના નખત્રાણામાં નોંધાયો છે. નખત્રાણામાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે લખપતમાં 3.03 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે માંડવીમાં 3.81 ઇંચ અને પલસાણામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમ દ્વારકા પર મેઘરાજા સતત મહેરબાન થઈ રહ્યા છે. સતત વરસાદને પગલે અહીં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના પગલે મુખ્યમંત્રીએ આજે આ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે. ત્યારે અહીં આજે પણ 2.95 ઈંચ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 2.51, વ્યારામાં 2.32, મુંદ્રામાં અને વઘઈમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે.