ગાંધીનગર: ગુજરાત સરકારે ‘પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના’ (PM-AJAY)ના અમલીકરણ માટે રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ યુનિટ (PMU)ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલના માર્ગદર્શન હેઠળ વિભાગે 06 ઑગસ્ટ, 2026ના રોજ આ અંગેનો ઠરાવ પસાર કર્યો હતો.
આ PMU રાજ્યમાં યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ, સંકલન, નિયમિત મોનિટરિંગ અને મૂલ્યાંકનને વધુ સુદ્રઢ બનાવશે.
ઉચ્ચ કક્ષાની પસંદગી સમિતિ અને સંરચના:
-
PMU ટીમ: કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર આ યુનિટમાં State Social Justice Lead અને State Social Justice Coordinatorsનો સમાવેશ થશે.
-
પસંદગી સમિતિ: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ કક્ષાના અધિકારીઓ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓ અને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રાલયના પ્રતિનિધિ આ સમિતિમાં રહેશે.
-
સભ્ય સચિવ: અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામકને આ સમિતિના સભ્ય સચિવની જવાબદારી સોંપવામાં આવી છે.

મુખ્ય લાભ અને સશક્તિકરણ:
-
અનુસૂચિત જાતિ વર્ગ: સામાજિક-આર્થિક વિકાસ અને સશક્તિકરણની યોજનાઓનું ચોકસાઈપૂર્વક અમલીકરણ થશે.
-
લાભાર્થીઓ: નિયમિત દેખરેખ અને મૂલ્યાંકનથી યોજનાના લાભો ઝડપથી અને પરિણામલક્ષી રીતે પહોંચશે.
-
વહીવટી તંત્ર: વિવિધ વિભાગો વચ્ચે વધુ સારું સંકલન શક્ય બનશે અને પ્રગતિ પર સીધી નજર રાખી શકાશે.

ભરતી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત અને સેવા શરતો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની 16 જૂન, 2026ની માર્ગદર્શિકા મુજબ જ રહેશે.






