ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. ત્યારે આજે કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આજે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં વડગામ બેઠક પરથી જીગ્નેશ મેવાણી, વાવ બેઠક પરથી ગેની બેન ઠાકોર, થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત અને પાટણ બેઠક પરથી કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
AICC PRESS RELEASE
ASSEMBLY ELECTIONS-2022
GUJARAT
The CEC has selected the following candidates for the ensuing elections to the Legislative Assembly of Gujarat. pic.twitter.com/76hwlwyG6q
— INC Sandesh (@INCSandesh) November 13, 2022
આ પહેલા કોંગ્રેસે 5 નામ જાહેર કર્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઈને કોંગ્રેસે 6 નામોની જાહેરાત કરી હતી. તેમાં 5 નવા નામ છે અને એક બેઠક પર ઉમેદવારને બદલવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બોટાદમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ગારીયાધાર બેઠક પર હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા મનુભાઈ ચાવડાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબીમાં 6 વખત ચૂંટણી હારેલા ઉમેદવાર જેન્તી જેરાજ પટેલને આજે ફરી સાતમી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે.