G-20 કોન્ફરન્સ: PM મોદી ઇન્ડોનેશિયામાં ઋષિ સુનક સહિત 10 નેતાઓ સાથે કરશે મુલાકાત

G-20 સંમેલન : વડાપ્રધાન મોદી જી-20 સંમેલનમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જઈ રહ્યા છે. તેમનો આ પ્રવાસ ઘણો વ્યસ્ત રહેવાનો છે. તે ઇન્ડોનેશિયામાં લગભગ 45 કલાક વિતાવશે. તેઓ વિશ્વના 10 નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. તેઓ સોમવારે ઈન્ડોનેશિયા જઈ રહ્યા છે. વડાપ્રધાન 16 નવેમ્બરે પરત ફરશે. આ G20 ની 17મી સમિટ છે. તે સમાપ્ત થતાની સાથે જ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારતને G20નું અધ્યક્ષપદ સોંપશે.

વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીયોને સંબોધિત કરશે

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષની G20 કોન્ફરન્સમાં ત્રણ કાર્યકારી સત્રો અને કેટલાક અન્ય કાર્યક્રમો યોજાનાર છે. આ સિવાય વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયામાં ભારતીયોના કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકે છે. તેઓ ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીયોને સંબોધિત કરશે. ભારત 1 ડિસેમ્બર 2022થી G20ની અધ્યક્ષતા સ્વીકારી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે આ સમિટ મહત્વપૂર્ણ

વિદેશ મંત્રી એસ જયશંકરે જી-20 બેઠકમાં કહ્યું હતું કે વિશ્વને વૈશ્વિક સમસ્યાઓનો એકસાથે સામનો કરવો પડશે. G20 પરિષદ દરમિયાન યોજાનાર ત્રણ કાર્યકારી સત્રોનો એજન્ડા ભંડોળ અને ઊર્જા સુરક્ષા,આરોગ્ય અને ડિજિટલ પરિવર્તન હશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પુતિન જો બાઈડનના કારણે જી-20 સંમેલનમાં ભાગ નહીં લે

G20 દ્વારા વિશ્વના મોટા નેતાઓ એક જ મંચ પર આવવાના છે. ભારતના સ્ટેન્ડની વાત કરીએ તો ભારત હંમેશા યુદ્ધનો વિરોધ કરતું આવ્યું છે. જોકે, ભારતે આ વિવાદ અંગે સંતુલન જાળવી રાખ્યું છે. આ પહેલા તજાકિસ્તાનની મુલાકાત દરમિયાન વડાપ્રધાને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. જોકે, આ વખતે પુતિને G20 કોન્ફરન્સમાંથી બહાર નીકળવાનું પસંદ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન જો બાઈડનના કારણે જી-20 સંમેલનમાં ભાગ લેશે નહીં. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી શકે છે. તેઓ પરસ્પર સહયોગ અને ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી શકે છે.