જુલાઈમાં દેશનું ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 10.3 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડ થયું છે. ગુરુવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈમાં કુલ GST રિફંડ 16,283 કરોડ રૂપિયા હતું. રિફંડ પછી નેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શનનો આંકડો 14.4 ટકા વધીને રૂ. 1.66 લાખ કરોડ થયો છે.
ડેટા અનુસાર, જુલાઈમાં ઘરેલુ પ્રવૃત્તિઓમાંથી GSTની કુલ આવક 8.9 ટકા વધીને રૂ. 1.34 લાખ કરોડ થઈ છે. આયાતથી GSTની આવક 14.2 ટકા વધીને રૂ. 48,039 કરોડ થઈ છે. એપ્રિલ 2024માં જીએસટીની આવક રૂ. 2.10 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી.