યુરોપ જનારાઓ માટે સારા સમાચાર!

રજાઓ ગાળવા કે વિદેશ પ્રવાસે જતા લોકો માટે એક સારા સમાચાર છે. યુરોપિયન યુનિયને ભારતીયો માટે શેંગેન વિઝાના નિયમોમાં નોંધપાત્ર રાહત આપી છે. જાણકારી અનુસાર ભારતીયો માટે વિઝાની વેલિડિટી 5 વર્ષ સુધીની હોઈ શકે છે. જોકે અમેરિકા પહેલાથી જ 10 વર્ષના વિઝિટર વિઝા આપે છે. શેનઝેન વિઝા પર યુરોપ જતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોને યુરોપના 27માંથી કોઈ પણ દેશમાં લાંબા સમય સુધી રોકાવું પડે તો વારંવાર વિઝા રિન્યુ કરાવવાનું ટેન્શન રહેતું હતું. આવી સ્થિતિમાં નવા નિયમો બાદ લોકોની પેપરવર્કમાં ઘણો ઘટાડો થશે.

યુકે ઓછી ફી પર લાંબા ગાળાના વિઝિટર વિઝા આપે છે. EU એ તેના નિવેદનમાં કહ્યું કે, નવા વિઝા નિયમો અનુસાર, ભારતીયોને બે વર્ષની વેલિડિટી સાથે લાંબા ગાળાના અને મલ્ટિ-એન્ટ્રી શેંગેન વિઝા જારી કરી શકાય છે. જો કે આ માટે છેલ્લા ત્રણ વર્ષમાં બે વિઝા મેળવવા જરૂરી છે. બે વર્ષના વિઝા પછી પાંચ વર્ષના વિઝા પણ મળી શકે છે. જો પાસપોર્ટની માન્યતા પૂરતી હોય તો વિઝા લંબાવી શકાય છે. આ સિવાય શેનઝેન વિઝા ધારક વિઝા ફ્રી દેશોની મુસાફરી કરી શકે છે.


યુરોપિયન કમિશને 18 એપ્રિલે નિયમોમાં ફેરફાર કર્યા બાદ વિઝા નિયમોમાં રાહત આપવામાં આવી છે. આ સિવાય ભારતમાં રહેતા લોકો માટે શેંગેન વિઝાના નિયમો પણ હળવા કરવામાં આવશે. આ કવાયત ભારત અને EU વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં ભારતીય પ્રવાસીઓને 90 દિવસ માટે શેંગેન વિઝા મળે છે. 180 દિવસ દરમિયાન, 90 દિવસમાં 29 દેશોની મુલાકાત લઈ શકાય છે. આ દેશોમાં બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્લોવેકિયા, ફિનલેન્ડ, સ્વીડન, આઈસલેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.