ગાંધીનગરઃ રાજ્ય સરકારના સાહસ ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) અને GSPL ટ્રાન્સમિશન લિમિટેડ (GTL) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારને કુલ રૂ. 384.67 કરોડના ડિવિડન્ડની ચુકવણી કરીને એક નવો નાણાકીય માપદંડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ડિવિડન્ડની રકમના ચેક ગુજરાત એનર્જી લિમિટેડના MD તથા GTLનાં વાઈસ ચેરમેન શ્રીમતી અવંતિકા સિંઘે ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા.
GEL અને GSPL ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ચૂકવાયેલું આ ડિવિડન્ડ રાજ્ય સરકારના તાબા હેઠળની કોઈ પણ કંપની દ્વારા એક જ નાણાકીય વર્ષમાં સરકારને ચૂકવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે. આ ચુકવણીમાં GEL દ્વારા રૂ. 324 કરોડ અને GSPL ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા રૂ. 60.67 કરોડનો સમાવેશ થાય છે. બંને કંપનીઓની આ નાણાકીય ભાગીદારી રાજ્યની આવકમાં વધારો કરવા ઉપરાંત વિકાસલક્ષી અને જનકલ્યાણલક્ષી કાર્યોમાં યોગદાન આપવાની દિશામાં મહત્વપૂર્ણ બનશે. મુખ્ય સચિવ અને GEL તથા GTLના ચેરમેન મનોજ કુમાર દાસે આ ડિવિડન્ડ રકમની ચુકવણીને GEL અને GTL બંને માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
A historic financial milestone for Gujarat’s energy sector!
Received dividend cheques totaling a record ₹384.67 crore for FY 2025-26 from Gujarat Energy Limited (GEL) and GSPL Transmission Limited (GTL) in Gandhinagar today. This is the highest-ever dividend paid to the State Government by any state-owned enterprise in a single financial year.
The successful implementation of the recent ‘Scheme of Arrangement’ has truly unlocked the financial potential of our energy PSUs. With the state’s direct shareholding increasing to approximately 38% in both companies, the government has received ₹324 crore from GEL and ₹60.67 crore from GTL.
To put this phenomenal growth into perspective, this single-year payout is almost four times the combined dividend received over the previous three years!
This robust financial participation by our public sector enterprises will significantly boost the state’s revenue and further accelerate our ongoing developmental and public welfare initiatives.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 14, 2026
GELના MD તથા GTLનાં વાઇસ ચેરપર્સન શ્રીમતી અવંતિકા સિંઘએ જણાવ્યું હતું કે વર્ષોથી કંપનીની જૂની કોર્પોરેટ સંરચનાને કારણે સરકારને ડિવિડન્ડરૂપે લાભ આપવાની ક્ષમતા ઘણી મર્યાદિત હતી. હવે સ્કીમ ઓફ એરેન્જમેન્ટ નિર્ણાયક સાબિત થઈ છે, તેનાથી સાચી નાણાકીય ક્ષમતા ઉજાગર થતાં રાજ્યના વિકાસ તથા કલ્યાણકારી કાર્યોમાં મજબૂત યોગદાન આપવાની તક મળી છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્કીમ ઓફ એરેન્જમેન્ટથી કંપનીની નાણાંકીય ક્ષમતામાં વધારો થયો છે. જીએસપીસી ગ્રૂપ સાથે સંકળાયેલી આ સ્કીમને રાજ્ય સરકાર, સંબંધિત કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરહોલ્ડર્સ તેમજ ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જરૂરી મંજૂરીઓ મળ્યા પછી ૨૦૨૬માં ૧લી મે ગુજરાત ગૌરવ દિવસથી ટે અમલી બનાવવામાં આવી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિડન્ડ ચેકની અર્પણ વિધિ અવસરે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. ટી. નટરાજન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર તેમ જ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી રૂષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.




