ગણપત યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજના ઓરિએન્ટેશન પ્રોગ્રામની ઉજવણી !

0

મહેસાણા: ગણપત યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજ બી. એસ. પટેલ પોલિટેક્નિક અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં આ વર્ષે વિવિધ વિષયની બાર જેટલી શાખાઓના હજારો વિદ્યાર્થીઓને આવકારવા અને અભ્યાસક્રમની વિગતવાર માહિતી આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ “જ્યોતિર્ગમય-2025″નું ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. 12 જેટલી શાખામાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર આઈટી, ઓટોમોબાઇલ કેમિકલ, પેટ્રોકેમિકલ, બાયોમેડિકલ, ઇસી અને એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.

હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને દબદબાભેર ઉજાવાયેલા આ ” જ્યોતિર્મય – 2025 ” ઉત્સવમાં ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ – દાદા અને પોલિટેકનિક કોલેજના પ્રધાન-દાતા બેચરભાઈ પટેલે અમેરિકાથી ઓનલાઇન હાજરી આપી હતી.

તો ગણપત યુનિવર્સિટીના ગ્રુપપ્રો ચાન્સેલર ડોક્ટર મહેન્દ્ર શર્મા, જીલ ટેક-સોફ્ટ સ્થાપક અને સીઈઓ મૌલિક મશરાની, જીલ ટેક્-સોફ્ટના ડાયરેક્ટ પંડ્યા, સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના એચ. આર. મેનેજર યોગેશ જોશી, રાધે બિલ્ડીંગના પ્રોપરાઇટર કાર્તિક પટેલ સહિત અનેક મહાનુભાવોએ આ સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કારકિર્દી અને જીવનમાં સફળતા માટે માર્ગદર્શન આપ્યું હતું. ડિપ્લોમા કોલેજના પ્રિન્સિપાલ પ્રો.ડો. કે.પી. પટેલે આવકાર પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે ધીરજ, લગન, સ્વયંશિસ્ત અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.

ગણપત યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજ અનેઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીને પોતાના ઉચ્ચ અભ્યાસક્રમ માટે પસંદ કરવા બદલ સંસ્થાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.