અભિનેતા રણવીર સિંહે લાલ બાગ ચા રાજાના કર્યા દર્શન

અભિનેતા રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ‘પ્રલય’માં વ્યસ્ત છે. આ દરમિયાન તે ગઈકાલે બાપ્પાના ઘરે તેમના આશીર્વાદ લેવા ગયો હતો.

‘ધુરંધર’ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર અભિનેતા રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન અભિનેતા મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યા અને તેમણે બાપ્પાના આશીર્વાદ લીધા.

રણવીરે બાપ્પાના દરબારમાં માથું ટેકવ્યું. રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેમને લાલા બાગ ચા રાજાના દરબારમાં જોઈ શકાય છે. અભિનેતાએ બાપ્પાના દર્શન કર્યા અને પ્રાર્થના કરી. ત્યારબાદ, તેમણે ચાહકો સાથે વાતચીત પણ કરી.

રણવીર સિંહને જોવા માટે ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.મંદિર સંકુલમાં રણવીર સિંહને જોઈને લોકોની ભીડ તેમને મળવા માટે આવવા લાગી. અભિનેતા તેમને મળ્યા. બાપ્પાને નમન કર્યા બાદ જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા.અભિનેતાએ પણ બધાને શુભેચ્છા પાઠવી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણવીર સિંહે ‘પ્રલય’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિનેતા આ ફિલ્મમાં માત્ર મુખ્ય ભૂમિકા જ નહીં ભજવશે,પરંતુ નિર્માતા તરીકે પણ સેવા આપશે.આ એક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’અને ‘ધુરંધર 2’ની સફળતા પછી રણવીર સિંહનો પહેલો પ્રોજેક્ટ છે. અભિનેતાના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ‘લોકા’ ફેમ અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શિની પણ આ ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે.

રણવીર સિંહનું ઘર ટૂંક સમયમાં હાસ્યથી ભરાઈ જશે

અંગત જીવનમાં રણવીર સિંહ ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ સાથે બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યો છે. રણવીર અને દીપિકા પાદુકોણ પહેલાથી જ એક પુત્રી દુઆના માતાપિતા છે. તાજેતરમાં, દુઆના જન્મદિવસ પર આ દંપતીએ તેમના મેટરનિટી શૂટના ફોટા શેર કર્યા.