રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બેફામ ઝડપ અને બેજવાબદારી ભર્યા ડ્રાઈવિંગના પગલે અનેક લોકોના જીવ જાય છે. ત્યારે આજે ફરી એક વખત ભાવનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે રામનવમીના દિવસે ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મેવાસા ગામ નજીક કડબ ભરેલો ટ્રક પલટી જતા કેટલાક શ્રમિકો દડાયા છે. જેમાંથી 7 લોકોના કરુણ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ વલભીપુરના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો એક ટ્ર્ક જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક અચાનક પલટી મારી ગયો હતો.આ ઘટનામાં ટ્રકમાં સવાર 12થી 14 શ્રમિકો ટ્રક નીચે દટાયા હતા.જેમાંથી 7 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યો છે.
ટાયર ફાટતા ટ્રક પલટી
ભાવનગર જીલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા આ આઈસર ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસમાતમાં ટ્રકમાં સવાર 12થી 14 શ્રમિકો ટ્રક નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્રે સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.
પોલીસ અને 108ની ટીમ સ્થળ પહોંચી
મેવાસા ગામ પાસે સર્જાયોલા આ ભટનાક અકસ્માતને પગલે અહી લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. અને આ ઘટના અંગે પોલીસ અને 108ને કોલ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. અને આ ઘટનામાં હજુ મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.