મોદી 3.O કેબિનેટનો પહેલો મોટો નિર્ણય

શપથગ્રહણ બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગરીબો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ગામડાઓ અને શહેરોમાં રહેતા ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાના નિર્ણયને મંજૂરી આપી છે.

સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 3 કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોના નિર્માણ માટે સહાય પૂરી પાડશે. આ ઘરોમાં ટોયલેટ, એલપીજી કનેક્શન, વીજળી કનેક્શન અને નળ કનેક્શન પણ ઉપલબ્ધ હશે. પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 10 વર્ષમાં ગરીબો માટે 4.21 કરોડ ઘર બનાવ્યા છે.