આ જાણીતી હસ્તીઓએ પણ લોકશાહીના પર્વમાં લીધો ભાગ

લોકસભાની આ ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આસામ, મધ્ય પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં મતદાન થયું. આ ઉપરાતં દાદરા અને નગરહવેલી તથા દિવ અને દમણમાં ઉપરાંત લખતરમાં મતદાન થયું. આજે અનેક રાજકીય નેતાઓ અને જાણીતી હસ્તીઓએ લોકશાહી પર્વની ઉજવણી કરી.

છત્તીસગઢના પૂર્વ સીએમ અને રાજનાંદગાંવ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ભૂપેશ બઘેલે તેમના પરિવાર સાથે પાટણમાં મતદાન કર્યું.

છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવે પણ પરિવાર સાથે જશપુરમાં મતદાન કર્યું.

હાજીપુર લોકસભા સીટના NDA ઉમેદવાર ચિરાગ પાસવાને બિહારના ખગરિયામાં પોતાનો મત આપ્યો.

દક્ષિણ ગોવાના ભાજપના ઉમેદવાર પલ્લવી ડેમ્પોએ પરિવાર સાથે મતદાન કર્યું.

સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે એમની પત્ની અને મૈનપુરી લોકસભા સીટના સપા ઉમેદવાર, ડિમ્પલ યાદવે ઉત્તર પ્રદેશના સૈફઈમાં મતદાન મથકેથી મતદાન કર્યુ.

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુ ખડગેએ એમની પત્ની રાધાબાઈ ખડગે સાથે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં કલબુર્ગીમાં કીર્તિ પ્રાથમિક શાળા મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

અભિનેતા રિતેશ દેશમુખે એમની પત્ની જેનેલિયા દેશમુખ સાથે લાતુરમાં મતદાન મથક પર મતદાન કર્યું.

શરદ પવારે એમની પુત્રી સુપ્રિયા સુલેની બેઠક બારામતીના એક બૂથ પર મતદાન કર્યું હતું. નોંધનીય છે કે શરાદ પવાર 10 વર્ષ બાદ બારામતીમાં વોટ આપી રહ્યા છે. અગાઉ તેઓ મુંબઈમાં મતદાન કરતા હતા.

કોંગ્રેસના નેતા સુશીલ કુમાર શિંદે અને સોલાપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રણિતી શિંદેએ મહારાષ્ટ્રના સોલાપુરમાં મતદાન કર્યું.

શિવરાજસિંહ ચૌહાણે પત્ની સાથે મતદાન કર્યું હતું.

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ એમની પત્ની સાથે મતદાન કર્યું હતુ.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ મતદાન કર્યું.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બારામતી મતવિસ્તારમાં મતદાન કર્યું.

કોંગ્રેસના નેતા અમિત દેશમુખ અને તેમની પત્ની અદિતિ દેશમુખે લાતુરમાં મતદાન મથક પર મતદાન કર્યું.

સિંધિયા પરિવારનો ગઢ ગણાતા ગુના લોકસભા સીટ પરથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મતદાન કર્યુ હતું.

મધ્યપ્રદેશની રાજગઢ લોકસભા સીટ પરથી દિગ્વિજય સિંહે મતદાન કર્યુ.