હૃતિક અને ટાઈગર સાથે નહીં કરે ‘વોર’નું પ્રમોશન, કારણ કે…

મુંબઈ: બોલીવુડ અભિનેતા હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ પોતાની આગામી એક્શન ફિલ્મ ‘વોર’ (War)નું પ્રમોશન એક સાથે નહી કરે. હકીકતમાં, બંન્ને અભિનેતા આ ફિલ્મમાં એકબીજાના વિરોધીનું પાત્ર ભજવી રહ્યા છે અને ફિલ્મ નિર્માતા તેમની આ ઑન-સ્ક્રીન દુશ્મનીને ઑફ-સ્ક્રીન પણ દર્શાવવા માગે છે. એવામાં બન્નેને એકસાથે પ્રમોશન માટે મોકલવામાં નહીં આવે.

ફિલ્મ નિર્દેશક સિદ્ધાર્થ આનંદે કહ્યું કે, વૉર’ જેવી મોટી ફિલ્મમાં સૌથી મોટા એક્શન સુપરસ્ટાર છે અને અમારી ઇચ્છા છે કે દર્શકો હૃતિક અને ટાઇગરને એકસાથે મોટા પડદા પર જ જુએ. તેમને એકબીજાને ટક્કર આપતાં જોવાનો જાદૂ અમે ખરાબ કરવા માગતા નથી, અમારી ઇચ્છા છે કે ફિલ્મ જુએ ત્યાં સુધી લોકોમાં જિજ્ઞાસા જળવાઇ રહે. હ્રતિક અને ટાઇગરે એકબીજા સાથે ખૂબ લડાઇ કરી છે અને અમે આ ઑન-સ્ક્રીન દુશ્મનીને ઑફ-સ્ક્રીન ચર્ચાનો વિષય બનાવવા માગીએ છીએ.

મહત્વનું છે કે, આ ફિલ્મ આગામી 2 ઓક્ટોબરના રોજ હિન્દી, તામિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મના કેટલાક ગીત પણ રિલીઝ થઈ ચૂક્યા છે. આ ફિલ્મમાં હ્રતિક નેગેટિવ રોલમાં દેખાશે, તો ટાઇગર તેના શિષ્યની ભૂમિકામાં જોવા મળશે.