વિરાટે મને બનાવી છે હેપી ગર્લ: અનુષ્કા શર્મા

સિડની – બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનું કહેવું છે કે એનો પતિ, ક્રિકેટર વિરાટ કોહલી પોતાને હંમેશાં ખુશ રાખે છે.

ઝીરો ફિલ્મની અભિનેત્રી અનુષ્કા હાલ કોહલીની સાથે સિડનીમાં જ છે અને એની સાથે આનંદદાયક સમય વિતાવી રહી છે. એણે કોહલી સાથે એકબીજાની હૂંફભરી તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી છે. એની કેપ્શનમાં એણે લખ્યું છેઃ ‘તેં મને ખૂબજ હેપી ગર્લ બનાવી છે.’

ઉલ્લેખનીય છે કે, કોહલી હાલ ઓસ્ટ્રેલિયામાં રમવા આવેલી ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્ત્વ કરી રહ્યો છે અને ભારત સીરિઝ જીતવા માટે પ્રયત્નશીલ છે. આ પ્રયાસમાં કોહલીને સપોર્ટ આપવા માટે અનુષ્કા એને ચીયરફુલ કંપની આપી રહી છે.

અમુક દિવસો પહેલાં જ અનુષ્કા કોહલીની સાથે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે ટીમ ઈન્ડિયાની મીટિંગમાં સામેલ થઈ હતી.

કોહલી અને અનુષ્કાએ 2017ના ડિસેંબરમાં લગ્ન કર્યાં હતાં. એમણે નવા વર્ષની પૂર્વસંધ્યાએ સિડનીમાં જ એમનાં લગ્નની પહેલી વર્ષગાંઠ ઉજવી હતી.