‘જરા હટકે જરા બચકે’નું ટ્રેલર રિલીઝ કરાયું: વિકી-સારા રિક્ષામાં પહોંચ્યાં

મુંબઈઃ કલાકારો – વિકી કૌશલ અને સારા અલી ખાન અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’નું ટ્રેલર આજે અહીં મિડિયાકર્મીઓની ઉપસ્થિતિમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. વિકી અને સારા પત્રકાર પરિષદ સ્થળે એકદમ મુંબઈકર સ્ટાઈલમાં, ઓટોરિક્ષામાં બેસીને પહોંચ્યાં હતાં સારાએ એકદમ ભારતીય નારીનો વેશ ધારણ કર્યો હતો. એણે પીળા રંગની સાડી અને એ જ રંગનું મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યાં હતાં. વિકી બ્લુ જીન્સ પર વ્હાઈટ ટી અને રિપ્ડ ડેનિમ જેકેટમાં સજ્જ થયો હતો.

લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, મેડોક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત આ ફિલ્મ આવતી બીજી જૂને થિયેટરોમાં રિલીઝ થવાની છે. વિકી અને સારા આ પહેલી જ વાર કોઈ હિન્દી ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મમાં બંને વચ્ચે રોમાન્સ અને ઝઘડો, બેઉ જોવા મળશે.