વિવેક અગ્નિહોત્રી, અનુરાગ કશ્યપ વચ્ચે છેડાયું ટ્વિટર વોર

મુંબઈઃ વિવેક અગ્નિહોત્રી અને અનુરાગ કશ્યપે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર દ્વારા અનુરાગના વિચારો પર અસહમતી દર્શાવ્યા પછી ટ્વિટર યુદ્ધ છેડાઈ ગયું છે. વિવેકના ટ્વીટ પછી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના ફિલ્મનિર્માતાએ તેમના તીખો કટાક્ષ કર્યો હતો અને તેમની શોધ પર સવાલ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ વિવેકે પણ કશ્યપ પર પલટવાર કર્યો હતો.

અનુરાગના છેલ્લા ટ્વીટનો જવાબ આપતાં અગ્નિહોત્રીએ લખ્યું હતું કે ભોલેનાથ તમે સાબિત કરી દો કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ચાર વર્ષનું સંશોધન પણ ખોટું હતું. ગિરિજા ટીકુ, બીકે ગંજુ, એરફોર્સ કિલિંગ, નદીમાર્ગ- બધું ખોટું હતું. 700 પંડિતોનો વિડિયો બધું જ ખોટું હતું. હિન્દુઓ ક્યારેય મર્યા નથી. તમે સાબિત કરી દો- બીજી વાર આવી ભૂલ નહીં થાય.

અનુરાગ કશ્યપ દ્વારા વિવેક પર કટાક્ષ કર્યા પછી  અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની વાર્તા પર સવાલો ઊભા કર્યા પછી આવ્યું છે. અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર અભિનિત ફિલ્મ 1990માં હિન્દુઓના પલાયન પર આધારિત હતી.

આ બધું ત્યારે થયું, જ્યારે વિવેકે એક આર્ટિકલમાં પ્રતિક્રિયા આપી હતી. જેનું શીર્ષક હતુઃ ‘કાંટારા’ અને ‘પુષ્પા’ જેવી ફિલ્મો ઉદ્યોગને ખતમ કરી રહી છેઃ અનુરાગ. વિવેકે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હું બોલીવૂડના વિચારોથી સંપૂર્ણપણે અહમત છું, શું તમે સહમત છો.

અનુરાગે પોતાના નિવેદન પર વિવેકના ટ્વીટની પ્રતિક્રિયામાં ટ્વીટ કર્યું હતું કે સર તમારી ભૂલ થી તમારી ફિલ્મોનું રિસર્ચ પણ આવું જ હોય છે. તમારું અને તમારા મિડિયાના પણ આ જ હાલ હોય છે. આગળ થોગું ગંભીરતાથી રિસર્ચ કરી લેજો.