‘ભીડ’ના ટીઝરમાં દેખાયું લોકડાઉનનું દર્દ

મુંબઈઃ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર અભિનિત આગામી ફિલ્મ ‘ભીડ’ના નિર્માતાઓએ સોમવારે ટીઝર જારી કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર રાવે કોવિડ19 મહામારીના લોકડાઉનના સમયની વાર્તા એક ઝલક શેર કરી છે. તેણે કેપ્શનની સાથે એક વિડિયો શેર કર્યો છે. એક સંકટ જેણે દેશની અને એના લોકોની અંદર બોર્ડર પેદા કરી દીધી હતી. ટીઝર બહાર પડી ગયું છે. ‘ભીડ’ 24 માર્ચ, 2023એ થિયેટરોમાં રિલીઝ થશે.

આ ટીઝરમાં ટ્રેન અને બસોથી યાત્રા કરતા લોકો દેખાય છે. એ ફિલ્મ દેશમાં એ વખતે લોકડાઉનના તબક્કાના દસ્તાવેજને દર્શાવે છે, જ્યારે કોરોના વાઇરસ વકરવાના ડરે રાજ્યની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. એ દર્શાવે છે કે કેવી રીતે ઘરથી દૂર ખુલ્લા આકાશ નીચે લોકો ફસાઈ જાય છે- એ 1947માં ભારતના વિભાજન વખતની યાદ તાજી કરે છે. પંકજ કપૂર અને દિયા મિર્ઝા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.

ભૂમિ એક ડોક્ટરની ભૂમિકામાં છે, જ્યારે રાવ એક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે. મોટા ભાગનું શૂટિંગ લખનઉમાં કરવામાં આવેલી આ ફિલ્મને ભૂષણ કુમાર અને અનુભવ સિંહાએ સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ‘બધાઈ દો’ પછી રાજકુમાર રાવ અને ભૂમિની બીજી ફિલ્મ છે. એ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. અને ‘ભીડ’ આ વર્ષે 24 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ રાજકુમાર રાવને છેલ્લે નેટફ્લિક્સ ઓરિજિનલ પર ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’માં જોવા મળ્યો હતો, જ્યારે ભૂમિને અજય બહેલની ‘ધ લેડી કિલર’, સુધીર મિશ્રાની ‘અફવા’ ગૌરી ખાન નિર્મિત ‘ભક્ષક’ અને મુદ્દસર અઝીઝની ‘મેરે હસબન્ડ કી બીવી’માં નજરે ચઢશે.