એવી અશ્લીલ ભાષા છે કે મને ઇયરફોન લગાવવા પડ્યાઃ હાઇકોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે OTT પ્લેટફોર્મ TVFની વેબ સિરીઝ  કોલેજ રોમાન્સને અશ્લીલ અને વલ્ગર જણાવતાં FIR નોંધવાનો આદેશ કર્યો હતો. આ મામલે સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટની જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું હતું કે તેમણે પોતે ઇયર ફોન લગાવીને એપિસોડ જોવા પડ્યો, કેમ કે એમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં વી છે, જો એને જાહેર કરીને સાંભવવામાં આવે તો લોકો ચોંકી જતા.

તેમણે કહ્યું હતું કે તેમણે ચેમ્બરમાં હેડફોન લગાવીને આ સિરીઝનો એપિસોડ જોયો.  આ પ્રકારની ભાષા ના તો કોઈ જાહેરમાં ઉપયોગ કરે છે, ના તો પરિવારમાં એવી રીતે વાત કરે છે. તેમણે કહ્યું હતું કે કોર્ટ નોટ કરે છે કે એ એ ભાષા નથી, જે દેશના યુવા અથવા નાગરિકો સંવાદ માટે વાપરે છે.

તેમણે આદેશમાં લખ્યું હતું કે કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે સિરીઝના ડિરેક્ટર સિમરન પ્રીત સિંહ અને એક્ટર અપૂર્વ અરોડા કલમ 67 અને 67A હેઠળ કાર્યવાહી માટે જવાબદાર છે. દિલ્હી હાઇકોર્ટના વધારાના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના એ આદેશને યથાવત્ રાખ્યો છે, જેમાં કોર્ટે દિલ્હી પોલીસને ત્રણે આરોપીઓની સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે આજે આ ભાષાને કોલેજ જતા વિદ્યાર્થીઓની ભાષા કહી રહ્યા છે. એની અસર સ્કૂલનાં બાળકો પર પણ પડશે અને આવનારા દિવસોમાં એ નોર્મલ થઈ જશે. જેથી નવી પેઢી જૂની પેઢી પાસે શીખે છે આવામાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ પ્રકારની અશ્લીલ ભાષા બોલવા લાગ્યા તો એ સમાજ માટે બહુ ખરાબ છે.