આગ્રાઃ ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મમાં આસિફાની ભૂમિકા ભજવનારી સોનિયા બાલાનીને ધમકીઓ મળી રહી છે. કોઈકે તેને જોઈ લેવાની વાત કહી છે તો કોઈ તને મારી નાખવાની વાત કરી રહ્યો છે. સોનિયાએ કહ્યું હતું કે 7000 એવી યુવતીઓ મળી ચૂકી છે, જેનું જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. હાલ તે બધી યુવતીઓ આશ્રમમાં રહી રહી છે.
પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાના સવાલ પર સોનિયાએ કહ્યું હતું કે એ ખોટું છે. આ ફિલ્મ પર પ્રતિબંધ ના મૂકવો જોઈએ. તેમણે કહ્યું હતું કે આ પહેલા આ પ્રકારની ભૂમિકા ભજવનાર કલાકારોને ધમકી મળતી રહી છે. સોનિયા મૂળ રૂપે ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી છે. તે ત્યાં ઝૂલેલાલ ભવનમાં પિતા રમેશ બલાની અને પરિવારની સાથે મિડિયાથી વાત કરી રહી હતી.એક સવાલના જવાબમાં સોનિયાએ કહ્યું હતું કે તે ખુદ પીડિત યુવતીઓને મળી છે. તેમની આપવીતી સાંભળીને તેમને બહુ દુઃખ થયું છે. આ યુવતોની કથા બધાને બતાવવી છે. તેણે કહ્યું હતું કે તે આસિફાની ભૂમિકાથી બિલકુલ અલગ છે.
તેણે કહ્યું હતું કે આ ફિલ્મને લઈને સોશિયલ મિડિયા પર બહુ કોમેન્ટ આવી રહી છે. દર્શકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. મુસ્લિમ યુવતીઓને આ ફિલ્મ પસંદ આવી છે. મુસ્લિમ યુવતીઓએ તેની ભૂમિકાની પ્રશંસા કરી છે. તેણે કહ્યું હતું કે ફિલ્મોમાં ઓળખ બનાવતાં પહેલાં તેણે ટીવીમાં કામ કર્યું છે.