એકેડેમીએ વિલ સ્મિથ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

લોસ એન્જલસઃ ઓસ્કાર એવોર્ડના સમારંભમાં કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ મારનાર એક્ટર વિલ સ્મિથની સામે અનુશાસનાત્મક કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટના પછી એક્ટરને એવોર્ડ સમારંભમાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે એવું કરવાથી ઇનકાર કર્યો હતો.

તેઓ સસ્પેન્શન, હકાલપટ્ટી અથવા પ્રતિબંધોનો સામનો કરવો પડે એવી શક્યતા છે, એમ અહેવાલ કહે છે. એકેડમીએ કહ્યું હતું કે સ્મિથના વર્તને તેના આચરણના માપદંડોનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં ગેરકાયદે રીતે શારીરિક સંપર્ક, ગાળીઆપવી અથવા ધમકી આપવી એ એકેડમીની પ્રતિષ્ઠા સાથે સમજૂતી કરવી છે. આ સાથે સ્મિથને પોતાનો પક્ષ રાખવા માટે 15 દિવસોની નોટિસ પણ આપવામાં આવી છે. એકેડેમીએ કહ્યું હતું કે બનાવ એવો બન્યો હતો કે જેનો અંદાજ નથી લગાવી શકતા. અમે એ પણ જાણીએ છીએ કે અમે સ્થિતિને અલગ રીતે હેન્ડલ કરી શકતા હતા. એકેડેમીએ નિવેદનમાં રોકથી સીધી માફી પણ માગી છે. બોર્ડની આગામી બેઠક 18 એપ્રિલે થવાની છે, જ્યારે એકેડેમી સ્મિથ સામે ડિસિપ્લિનરી પગલાં લેશે.

સ્મિથે કિંગ રિચર્ડમાં એક્ટિંગ માટે સૌથી શ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ એનાયત થયો હતો. સ્મિથે એવોર્ડ લેતા સમયે રોકનું નામ લીધા વિના નામી એક્ટરોથી માફી માગી હતી. આ ઘટનાના આક્રોશ અને નિંદાથી સ્મિથે બાદમાં ઇન્સ્ટાગ્રામ પર પણ જાહેરમાં માફી માગી હતી.