શ્રીલંકામાં ડીઝલ ખતમઃ 13-કલાકના વીજકાપથી લોકો હેરાન-પરેશાન

કોલંબોઃ શ્રીલંકામાં ડીઝલ ગુરુવારે પૂરું થઈ જશે, જેથી 2.2 કરોડ શ્રીલંકનવાસીઓએ લાંબા સમય સુધી કદાચ વીજના બ્લેકઆઉટનો સામનો કરવો પડે એવી શક્યતા છે. દક્ષિણ એશિયન રાષ્ટ્ર સ્વતંત્રતા પછી સૌથી ખરાબ આર્થિક મંદીથી ઝઝૂમી રહ્યું છે. એટલે સુધી કે શ્રીલંકા આયાત માટે ચુકવણી માટે વિદેશી કરન્સીની અછતનો સામનો કરવો પડ્યો છે.

અધિકારીઓ અને મિડિયાના અહેવાલો અનુસાર બસો અને વેપારી વાહનો માટે ડીઝલ પમ્પો પર ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ નહોતો. પેટ્રોલનો પુરવઠો પણ વેચાણ માટે ઉપલબ્ધ નહોતો, પણ એનો જથ્થો ઓછો હતો. જેથી કારમાલિકોએ લાંબી લઇનોમાં પોતાની કારોને છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું.

અમે ગેરેજમાં મરામત માટે બસોમાંથી ડીઝલ કાઢી રહ્યા છે અને ડીઝલનો ઉપયોગ સર્વિસ આપતા વાહનોમાં કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે, એમ ટ્રાન્સપોર્ટપ્રધાન દિલમ અમુનુગામાએ કહ્યું હતું.

દેશના બે-તૃતિયાંશ ખાનગી બસમાલિકોએ કહ્યું હતું કે અમારી પાસે બસ ચલાવવા માટે ડીઝલ નથી શુક્રવાર પછી થોડીઘણી પણ સર્વિસ ચાલુ રાખવી સંભવ નથી. ખાનગી બસના ઓપરેટર એસોસિયેશનના અધ્યક્ષ જેમુનું વિજેરત્નેએ જણાવ્યું હતું કે અમે હજી પણ ડીઝલના જૂના સ્ટોકનો ઉપયોગ કરી રહ્યા છીએ, જો આજે સાંજ સુધીમાં અમને ડીઝલ નહીં મળ્યું તો અમે કામ નહીં કરી શકીશું.

રાજ્યના વીજ એકમે કહ્યું હતું કે ગુરુવારથી 13 કલાકનો વીજકાપ મૂકવામાં આવશે, કેમ કે જનરેટર્સ માટે ડીઝલનો પુરવઠો નથી.