રાજકુમાર, શ્રદ્ધાની ‘સ્ત્રી’ 31 ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઈ – રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘સ્ત્રી’ આ વર્ષની 31 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે.

આ હોરર કોમેડી ફિલ્મની તારીખની જાણકારી રાજકુમાર અને શ્રદ્ધાએ આજે ટ્વિટર મારફત કરી છે. એમણે એની સાથે 59-સેકંડનો એક વિડિયો શેર કર્યો છે.

નાની વિડિયો ક્લિપમાં એક સુમસામ નગર જોઈ શકાય છે, એમાં એક વ્યક્તિ પણ નજરે ચડતી નથી, પરંતુ ગલીની અનેક દીવાલો પર એક સંદેશ લખ્યો છે ‘ઓ સ્ત્રી, કલ આના.’

આ ફિલ્મનું દિનેશ વિજાન અને રાજ તથા ડીકેએ સાથે મળીને નિર્માણ કર્યું છે. અમર કૌશિક ફિલ્મના દિગ્દર્શક છે.

ફિલ્મ ભોપાલ જિલ્લાના ચંદેરી નામના એક નાનકડા ગામમાં બનેલી એક દંતકથા પર આધારિત છે.

httpss://youtu.be/cLBYaz1dplA