રામગોપાલ વર્માએ નવી ફિલ્મનું ટાઈટલ રાખ્યું છે ‘વાયરસ’

મુંબઈ – જાણીતા ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માએ એમની નવી હિન્દી ફિલ્મના શિર્ષકની જાહેરાત કરી છે. એ નામ છે – ‘વાયરસ’.

વર્માએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે મારી નવી ફિલ્મનું ટાઈટલ છે ‘વાયરસ’. એનું નિર્માણ પરાગ સંઘવી કરશે, જેમણે આ પહેલાં ‘સરકાર’ અને ‘ધ એટેક્સ ઓફ 26/11’ ફિલ્મો બનાવી હતી.

વર્માની ‘ઓફિસર’ ફિલ્મ ગયા મહિને રિલીઝ થઈ હતી.

વર્મા હાલ 3 અન્ય ફિલ્મ બનાવવામાં વ્યસ્ત છે. જેમના નામ છે – ‘જેહેર’, ‘રાય’ અને ‘ન્યુક્લિયર’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]